Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#52 Weeks Writing Challenge Edition 4

SEE WINNERS

Share with friends

પરિચય :-

લેખન એ અઘરી વસ્તુ છે. એમાં કલાત્મક ચોકસાઇ, પરંપરાગત વ્યાકરણના નિયમો અને અન્ય લોકોને પસંદ આવે તેવું લખવાની અપેક્ષા, તે ઘણી મહેનત માંગી લે છે. તમે કોઈ એક વિચારના ખૂબ નાના અંશથી પ્રારંભ કરી શકો છો, પરંતુ તમારે તેને ભાષાની શબ્દમાળા ઢાળવાનો પ્રયાસ કરવાનો છો, આ બાબત ખુબ કાળજી અને ચોકસાઈ માંગી લે છે. 

સ્ટોરીમિરર આપ સૌને 52 અઠવાડિયના લેખન પડકાર - 2021 (આવૃત્તિ 4)ની ચોથી સીઝનમાં ભાગ ભાગ લેવા આમંત્રણ આપે છે. આ સ્પર્ધા તમારી લેખન કુશળતાને વિકસિત કરશે અને તમારી સર્જનશક્તિને મજબૂત બનાવશે. 

તો ચાલો સાચા અર્થમાં લેખક બનો !

નિયમો:

1.      ભાગ લેનારે 52 અઠવાડિયા સુધી સતત 52 વાર્તાઓ અથવા 52 કવિતાઓ સબમિટ કરવાની રહેશે., એટલે કે, દર અઠવાડિયે સંબંધિત કેટેગરીમાં 1 (વાર્તા / કવિતા) સબમિટ કરવાની રહેશે.

2.      ઉદાહરણ તરીકે, જો તમે જાન્યુઆરી 2021ના 3 જા અઠવાડિયાથી લખવાનું શરુ કરો છો, તો તમારે જાન્યુઆરી 2022ના 3 જા અઠવાડિયા સુધીમાં 52 રચનાઓ  સબમિટ કરવાની રહેશે.

3.      ભાગ લેનાર વિવિધ કેટેગરીમાં (વાર્તા / કવિતા) ભાગ લઇ શકે છે, પણ આપ જે કેટેગરી પસંદ કરો, (વાર્તા કે કવિતા) તેમાં 52 અઠવાડિયા સુધી એજ કેટેગરીમાં (વાર્તા કે કવિતા) રચનાઓ સબમિટ કરવાની રહેશે.

4.      સ્પર્ધક એકવાર આ સ્પર્ધામાં ભાગ લીધા બાદ, વચ્ચેથી છીડી શકશે નહિ, જો સ્પર્ધક વચ્ચેથી સ્પર્ધા છોડી દેશે તો તે સ્પર્ધામાંથી બહાર ગણાશે.

5.      સ્પર્ધામાં ઓછામાં ઓછા લેખન માટે 4 પડાવ (stage) નક્કી કરવામાં આવ્યા છે,

- 13 અઠવાડિયા

- 26 અઠવાડિયા

- 39 અઠવાડિયા

- 52 અઠવાડિયા

જે તે સ્તર માટે નક્કી કરેલ ઇનામ મેળવવા માટે જેતે સ્તર પાર કરવું ફરજીયાત છે.

6.      વિજેતાની પસંદગી તેમને સબમિટ કરેલી રચનાઓની સંખ્યા, સંપાદક દ્વારા મળેલ સ્કોર, વાચકો તરફથી મળેલ લાઈક અને કોમેન્ટ વગેરેને ધ્યાને રાખી કરવામાં આવશે. (આ માટે 52 રચાનોની સરાસરી ધ્યાનમાં લેવાશે.)

7.      પરિણામ માટે સ્ટોરીમિરરનો નિર્ણય આખરી અને તમામ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે.

8.      આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની કોઈ ફી રાખેલ નથી.  

ઇનામ 

1.      દરેક ભાષાનાની બંને કેટેગરી (1 વાર્તા + 1 કવિતા)માં વિજેતા થનારને ટ્રોફી આપવામાં આવશે, અને સ્ટોરીમિરર બ્લોગમાં દર્શાવવામાં આવશે.

2.      13 અઠવાડિયા પૂરા કરનારને: ડિજિટલ સર્ટિફિકેટ મળશે.(1 / 4 મુસાફરી)

3.      26 અઠવાડિયા પૂરા કરનારને સ્ટોરીમિરરનું રૂપિયા 100/- મૂલ્યનું વાઉચર આપવામાં આવશે, (1 / 2 મુસાફરી)

4.      39 અઠવાડિયા પૂરા કરનારને સ્ટોરીમિરરનું રૂપિયા 200/- મૂલ્યનું વાઉચર આપવામાં આવશે, (3 / 4 મુસાફરી)

5.      52. અઠવાડિયા પૂરા કરનાર વિજેતાની સ્ટોરીમિરર દ્વારા ઈ-બુક પ્રકાશિત કરવામાં આવશે. સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. 

ભાષાઓ:

અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બાંગ્લા - આમાંથી કોઈપણ એક અથવા એકથી વધુવધુ ભાષાઓમાં રચનાઓ સબમિટ કરી શકાય છે.

નોંધ: જો તમે એક કરતાં વધુ ભાષાઓ માટે રચનાઓ સબમિટ કરો છો, તો તમારે દરેક ભાષામાં 52 રચનાઓ અલગ અલગ સબમિટ કરવાની રહેશે. 

પાત્રતા:

સમયગાળો : - 1 જાન્યુઆરી, 2021, 15 એપ્રિલ, 2022

રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ : 30 એપ્રિલ 2021

પરિણામ - જૂન 2022માં



Trending content
35 262