Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#મને વ્હાલી મારી માતૃભાષા ગુજરાતી

SEE WINNERS

Share with friends

મને વ્હાલી મારી માતૃભાષા ગુજરાતી :

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી

મળી માતૃભાષા મને ગુજરાતી

                                                                           = ઉમાશંકર જોશી

 

માતૃભાષા એટલે માતાની ભાષા. એમ કહી શકાય કે જે ભાષા બાળકને માતાના દૂધ સાથે મળે છે તે તેની માતૃભાષા છે. બાળક સૌથી પહેલી ભાષા તેની માતા પાસેથી જ શીખે છે. ભાષાવિદો પણ માને છે કે બાળકનું પ્રારંભિક પ્રાથમિક શિક્ષણ તેની માતૃભાષામાં જ અપાવું જોઈએ. જો બાળકની માતૃભાષા સમૃદ્ધ હશે તે બાળક વિશ્વની અન્ય ભાષાઓ પણ ઝડપથી શીખી જાય છે. માતૃભાષાને ઉજગર કરવા માટે વિશ્વમાં દર વરસે 21 મી ફેબ્રુઆરીનો દિવસ એ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

 

આ વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે, માતૃભાષાનું ઋણ ચુકવવાની અને માતૃભાષા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની એક અનોખી તક. ‘મને વ્હાલી મારી માતૃભાષા ગુજરાતી” ગુજરાતી ભાષામાં આપની લાગણીઓને વાર્તા કે કવતા સ્વરૂપે લખી મોકલવાની એક સોનેરી તક.

શું તમે પણ તમારી ગુજરાતી ભાષાને પ્રેમ કરો છો ? તો રાહ કોની જુઓ છો, ઉઠાવો કલમ અને લખી મોકલો આપની મૌલિક વાર્તા કે કવિતા રચના આપણી ગુજરાતી ભાષામાં

નિયમો :

·         વાર્તા કે કવિતા લખવા માટે કોઈ વિષય કે થીમનું બંધન નથી. આપ મુક્ત રીતે પોતાની મૌલિક કવિતા કે વાર્તા અથવા બંને લખી શકો છે.

·         સ્પર્ધકે પોતાની રચના ફક્ત ગુજરાતી ભાષામાં જ લખવાની છે.

·         આપ ઈચ્છો તો એક કરતાં વધારે રચનાઓ પણ સબમિટ કરી શકો

·         વિજેતાઓની પસંદગી સ્ટોરીમિરરણી સંપાદકીય ટીમ દ્વારા કરવામાં આવશે, જે સૌને માન્ય રહેશે.

·         સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ સબમિટ કરવી જોઈએ, છો.

·         લખવા માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.

·         સ્પર્ધામાં ભાગ લેવાની કોઈ ફી રાખેલ નથી.

સાહિત્ય પ્રકાર :

કવિતા

વાર્તા

ભાષા :

ગુજરાતી

ઇનામ :

·   ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

·   25 કરતા વધારે કવિતાઓ અથવા 15 કરતાં વધારે વાર્તાઓ સબમિટ કરનાર લેખકને એક ફીજીકલ પુસ્તક મોકલી આપવામાં આવશે. (દરેક રચનાનો સંપાદકીય સ્કોર 6 થી વધારે હોવો જોઈએ.)

·   શ્રેષ્ઠ 3 વાર્તા અને કવિતાને રૂ. 149/- મૂલ્યનું સ્ટોરીમિરરનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

 

સમયગાળો :

20 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઅરી2023

 

પરિણામ : 20 માર્ચ 2023

 

સંપર્ક :

વિષ્ણુ દેસાઈ

મો : 97231 85603

ઈમેઈલ : vishnu@storymirror.com