Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#ગર્વથી કહો હું શિક્ષક છું 2

SEE WINNERS

Share with friends

‘મારો જન્મ મારા માતા-પિતાને આભારી છે, પણ મારું જીવન મારા શિક્ષકને આભારી છે’ - એલેકઝાન્ડર ધી ગ્રેટ

‘શિક્ષક કભી સાધારણ નહિ હોતા, નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોળ મેં ખેલતે હૈ’’ – ચાણક્ય

‘મે એક શિક્ષક હું, ઓર મુજે સમાજ ઔર દેશ કે લિયે સોચના હૈ’ – ચાણક્ય


૫ મી સપ્ટેમ્બર, એટલે કે ‘શિક્ષક દિન.’ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. રાષ્ટ્રપતિ જેવા દેશના સર્વોચ્ચ હોદ્દા પર પહોંચવા છતાં તેમણે પોતાની જાતને એક શિક્ષક તરીકે જ ઓળખાવાનું પસંદ કર્યું. અને એટલે જ એમનો જન્મદિવસ એ હજારો શિક્ષકોને ગૌરવ અપાવતા ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. દુનિયાની ભાગ્યેજ કોઈ એવી સફળ વ્યક્તિ હશે જેના જીવનમાં તેના શિક્ષકનો ફાળો નહિ હોય !

આ શુભ અવસર પર સ્ટોરીમિરર દેશના શિક્ષકોને વંદના કરતી, શિક્ષકો અને માત્ર શિક્ષકો માટે લઈને આવ્યું છે એક અનોખી લેખન સ્પર્ધા – ‘ગર્વથી કહો હું શિક્ષક છું.’ આપના શિક્ષક તરીકેના સેવાકાળ દરમ્યાન આપને થયેલા અનુભવો વાર્તા, કવિતા અથવા લેખ સ્વરૂપે લખી મોકલો.

સાહિત્ય પ્રકાર :

વાર્તા

કવિતા 

 

નિયમો :

1.       આ સ્પર્ધા સ્પર્ધા માત્રને માત્ર શિક્ષક ભાઈ-બહેનો માટે જ છે. (સરકારી અથવા ખાનગી બંને)

2.       આ સ્પર્ધા અંતર્ગત વાર્તા, કવિતા અથવા લેખ સ્વીકાર્ય છે.

3.       ભાગ લેનારે પોતાની રચના ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં ટાઈપ કરી મુકવાની રહેશે.

4.       સ્પર્ધકે પોતાની મૌલિક રચના જ મુકવી જોઈએ, આપ એક કરતાં વધારે રચનાઓ મૂકી શકો છો.

5.       વિજેતની પસંદગી આપની રચનાને વાચકો તરફથી મળેલી લાઈક, કોમેન્ટ, વયૂસ અને સંપાદકીય સ્કોરને ધ્યાનમાં રાખી કરવામાં આવશે. જે દરેકને માન્ય રહેશે.

6.       કોઈપણ ધર્મ, સમુદાય, જાતિ કે પ્રદેશના લોકોનું લાગણી દુભાય તેવું સાહિત્ય અસ્વીકાર્ય રહેશે.

7.       સ્ટોરી મિરરની સ્પર્ધાની લિંક દ્વારા સબમિટ થયેલી રચના જ માન્ય ગણાશે.

 

ઈનામ :

·         શ્રેષ્ઠ ૩ વાર્તા અને શ્રેષ્ઠ ત્રણ કવિતાને ઇનામ સ્વરૂપે સ્ટોરીમિરરનું અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સભ્ય પદ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

·         પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબરના વિજેતા પછી શ્રેષ્ઠ ૫ વાર્તા અને કવિતાને રૂ. 150/-ની મૂલ્યનું સ્ટોરીમિરરનું શોપિંગ વાઉચર આપવામાં આવશે.

·         10 થી વધારે વાર્તાઓ કે ૧૫ થી વધારે કવિતાઓ મુકનાર સ્પર્ધકને વિશિષ્ટ ઇનામ આપવામાં આવશે.

·         ભાગ લેનાર દરકે ને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

·         કોઈ શાળા, કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાંથી ૧૫ કરતાં વધારે મિત્રો ભાગ લેશે તો તે દરેક સ્પર્ધકને અને તે સંસ્થાને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

સ્પર્ધાનો સમયગાળો : 01/09/2022 થી 30/09/2022

પરિણામ : 20/10//2022

સંપર્ક :

વિષ્ણુ દેસાઈ : ૯૭૨૩૧ ૮૫૬૦૩

ઈમેઈલ : vishnu@storymirror.com