Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#આતો પેલી કહેવત જેવું થયું

SEE WINNERS

Share with friends

 "કહેવત એટલે લાંબા અનુભવ પર આધારિત ટૂંકા વાક્ય."  = મિગ્યુએલ દી સર્વાન્ટીઝ 

કવિ નર્મદ કહેવત વિષે જણાવે છે કે ‘પરંપરાથી લોકોમાં કહેવાતું બોધરૂપ, દ્રષ્ટાંતરૂપ વાક્ય. ડાહ્યા માણસો, અનુભવી માણસો દ્વારા જે વચન કહેવાઈ ગયા છે તે જ કહેવત.’                        

ગાગરમાં સાગર સમાન કહેવતો એ જ્ઞાનનો ભંડાર છે. કહેવત એ બીજાના અનુભવ પરથી આપણને મળતું જ્ઞાન છે. પોતાની વાત કે વિચારને અસરકારક રીતે રજુ કરવામાં અને પોતાના વિચારને સમર્થન અપાવવાવામાં કહેવતો ખુબ જ ઉપયોગી બની રહે છે. પ્રત્યેક કહેવત સાથે ભૂતકાળની કોઈને કોઈ ઘટના અથવા વાર્તા ચોક્કસ સંકળાયેલી હોય છે. આપણા વ્યવહારિક જીવનમાં પણ જયારે કોઈની સાથે કોઈ ઘટના બને ત્યારે આપણે આતો પેલી કહેવત જેવું થયું’ એમ કહીને કહેવતનું ઉદાહરણ આપી છીએ. કહેવતોને સાચી પાડતી ઘણી ઘટનાઓ આપણી સાથે પણ બનતી હોય છે. 

અને એટલેજ આપ સૌને ગુજરાતી ભાષાની કહેવતોના સાગરમાં ડૂબકી મરાવવા માટે સ્ટોરીમિરર લઈને આવ્યું છે, એક વિશિષ્ટ અને નાવીન્ય સભર લેખન સ્પર્ધા ‘એક કહેવત, એક વાર્તા.’ આ સ્પર્ધામાં આપે એવી વાર્તા લખવાની છે કે જેમાંથી સારરૂપ કોઈ કહેવત બહાર આવતી હોય. આ માટે આપ આપના જીવન અનુભવને પણ વાર્તા સ્વરૂપે લખી શકો છો.

  

નિયમો :

1.       આ સ્પર્ધામાં સ્પર્ધકે વાર્તા જ લખવાની રહેશે.

2.       આપની વાર્તા રચનામાં ઓછામાં ઓછી એક કહેવત આવવી જોઈએ.

3.       લેખન શૈલી માટે કોઈ બંધન નથી કે શબ્દોની કોઈ મર્યાદા નથી. આપ કાલ્પનિક વાર્તા પણ લખી શકો છો.

4.       સ્પર્ધકોએ પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી, આપ એક કરતાં વધારે રચનાઓ મોકલી શકો છો.

5.       મેઈલ દ્વારા, હસ્તલિખિત કે સ્પર્ધાની લિંક સિવાય મુકવામાં આવેલી રચનાઓ માન્ય રહેશે નહિ.

6.       ભાગ લેવા માટે કોઈ જાતની ફી રાખેલ નથી.

7.       સ્પર્ધકની રચના લાઈવ થતાં સ્પર્ધકનું પ્રમાણપત્ર એમની પ્રોફાઇલમાં સર્ટિફિકેટ્ વિભાગમાંથી મેળવી શકાશે

8.        વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે, જે સૌને માન્ય રહેશે.

 સાહિત્ય પ્રકાર :

ગદ્ય (વાર્તા)

 ભાષા :

ગુજરાતી 

ઇનામ:

1.       ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.       શ્રેષ્ઠ ૩ વિજેતાઓને રૂ.૨૫૦/-ના મૂલ્યનું સ્ટોરીમિરર ગીફ્ટ વાઉચર આપવામાં આવશે.

3.       શ્રેષ્ઠ ૩ વિજેતાને પોતાનું વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે.

4.       શ્રેષ્ઠ ૩૦ રચનાઓનો સંગ્રહ કરી ઈ-બુક બનાવવામાં આવશે.


સમયગાળો : 25/09/2021 થી 31/10/2021 

પરિણામ :  20 નવેમ્બર 2021 

સંપર્ક :

Email : vishnu@storymirror.com      

ફોન નંબર : +91 97231 85603 વિષ્ણુ દેસાઈ