Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#ચાલ લાગણી વરસાવીએ

SEE WINNERS

Share with friends

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,

ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ. = હરિન્દ્ર દવે 

ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે જેને વરસાદ નહિ ગમતો હોય, બાકી બધાને વરસાદ ગમે છે. વરસાદ એ મિલનની ઋતુ છે. માત્ર માનવી જ નહિ સમગ્ર જીવસૃષ્ટિના પ્રાણીઓ આ ઋતુમાં પોતાના પ્રિયજનનો સહવાસ ઝંખે છે. વરસાદ એ વીતેલા ભૂતકાળની ભીનાશમાં સૌને ભીંજવી જાય છે.                        

તો ચાલો આપણે સૌ આ ચોમાસામાં લાગણીઓના વરસાદમાં ભીંજાઈએ. ‘સાંજ’ ઈ-મેગેઝીન અને સ્ટોરીમિરર ડોટ કોમ આ વર્ષાઋતુમા લઈને આવ્યું છે, એક અનોખી લેખન સ્પર્ધા – ‘ચાલ લાગણી વરસાવીએ’ આ સ્પર્ધામાં સ્પર્ધકે ચોમાસું કે વરસાદી માહોલ પર વાર્તા કે કવિતા લખવાની છે. 

શું તમારી રચના લોકોને લાગણીઓના વરસાદમાં ભીંજવી શકે છે. તો ઉપાડો કલમ અને થઇ જાઓ તૈયાર, લોકોને સાહિત્યના વરસાદમાં ભીંજવવા માટે.આપની રચના અમને લખી મોકલો. 

નિયમો :


1.       આ સ્પર્ધામાં આપ વરસાદ કે ચોમાસા પર રચના લખી શકશો.

2.       આપની રચનામાં વરસાદ કે ચોમાસાનો ઉલ્લેખ આવવો જોઈએ.

3.       લેખન શૈલી માટે કોઈ બંધન નથી કે શબ્દોની કોઈ મર્યાદા નથી.

4.       સ્પર્ધકોએ પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી. આપ એક કરતાં વધારે રચનાઓ મોકલી શકો છો.

5.       મેઈલ દ્વારા, હસ્તલિખિત કે સ્પર્ધાની લિંક સિવાય મુકવામાં આવેલી રચનાઓ માન્ય રહેશે નહિ.

6.       ભાગ લેવા માટે કોઈ જાતની ફી રાખેલ નથી.

7.       સ્પર્ધકની રચના લાઈવ થતાં સ્પર્ધકનું પ્રમાણપત્ર એમની પ્રોફાઇલમાં સર્ટિફિકેટ્ વિભાગમાંથી મેળવી શકાશે

8.        વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે, જે સૌને માન્ય રહેશે.

 સાહિત્ય પ્રકાર :

ગદ્ય (વાર્તા, પત્ર)

પદ્ય (કવિતા, ગઝલ) 

ભાષા :

ગુજરાતી 

ઇનામ:

1.    ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.    શ્રેષ્ઠ ૩ ગદ્ય અને ૩ પદ્યના વિજેતાને પોતાનું નામ લખેલી સુંદર પેન (બોલપેન) ભેટ આપવામાં આવશે.

3.    શ્રેષ્ઠ ૩ વાર્તા અને ૩ કવિતાના વિજેતાઓને વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે.

4.    શ્રેષ્ઠ ૨૫ વાર્તાઓ અને ૨૫ કવિતાઓનું સંકલન કરી સાંજ ઈ-મેગેઝીનમાં સમાવવામાં આવશે..


 સમયગાળો : 15 જુલાઈ 2021 થી 10 ઓગસ્ટ ૨૦૨૧ 

પરિણામ :  31 ઓગસ્ટ 2021 

સંપર્ક :

Email: vishnu@storymirror.com

          sanjemagazinead@gmail.com           

ફોન નંબર : +91 97231 85603 વિષ્ણુ દેસાઈ  (સ્ટોરીમિરર)

            : +91 97255 98339 કોમલ તલાટી (સાંજ ઈ-મેગેઝીન)