Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#સ્ટોરીમિરર સાહિત્ય સંગમ લેખનસ્પર્ધા 6

SEE WINNERS

Share with friends

સ્ટોરીમિરર એ ગુજરાતી ભાષાની એક અગ્રગણ્ય સાહિત્યિક વેબસાઈટ અને મોબાઈલ એપ છે. જે સાહિત્ય થકી માતૃભાષા ગુજરાતીના સંવર્ધનનું અને લેખકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. જે અંતર્ગત સ્ટોરીમિરર નાના સાહિત્યિક ગૃપને પણ પ્રોત્સાહિત કરે છે.

સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતા વોટ્સઅપ ગૃપના લેખક મિત્રો એકબીજાના પરિચયમાં આવે અને તેમની વચ્ચેની તંદુરસ્ત હરીફાઈ થકી ઉત્તમ કોટિનું સાહિત્ય નિર્માણ થાય તેવા આશયથી સ્ટોરીમિરર આવા ગૃપ્સ વચ્ચે એક અનોખી લેખન સ્પર્ધા લઈને આવ્યું છે. ‘સ્ટોરીમિરર સાહિત્ય સંગમ”

આ સ્પર્ધામાં નવું શું છે ?

·         આ સ્પર્ધા સાહિત્યના અલગ અલગ ગૃપ વચ્ચે યોજાશે.

·         દરેક ગૃપ માટેની આંતરિક સ્પર્ધાનો વિષય અલગ અલગ હોવાથી દરેક લેખક ચાહે તેટલા ગૃપમાં જોડાઈને ચાહે તેટલા ગૃપ તરફથી સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

·         સ્પર્ધાના પહેલાં રાઉન્ડમાં જેતે વોટ્સઅપ ગૃપના મિત્રો વચ્ચે કોઈ એક વિષય પર આંતરિક સ્પર્ધા યોજાશે.

·         આવી રીતે આ લીગમાં જોડાનારા દરેક ગૃપમાં એક આંતરિક સ્પર્ધા થશે.

·         દરેક ગૃપમાંથી વિજેતા બનેલા શ્રેષ્ઠ ૩ કવિતા અને શ્રેષ્ઠ ૩ વાર્તાના લેખક મિત્રો વચ્ચે ફાઈનલ સ્પર્ધા થશે.

·         ફાઈનલ સ્પર્ધા માટે એક નવો વિષય આપવામાં આવશે.

·         ફાઈનલમાં વિજેતા થનારા મિત્રો અંતિમ વિજેતા ગણાશે.

નિયમો :

·         આ સ્પર્ધામાં જોડાવા માટે તમારા ગૃપમાં ઓછામાં ઓછા 100 સભ્યો હોવા જરૂરી છે.

·         જે ગ્રુપમાંથી ઓછામાં ઓછા 50 સભ્યો સ્પર્ધામાં ભાગ લેશે, તે જ ગૃપ સ્પર્ધામાં માન્ય ગણાશે.

·         દરેક ગૃપને પોતાના ગૃપ માટે એક વિશિષ્ટ સ્પર્ધાની લીંક આપવામાં આવશે, તમારા ગૃપના સભ્યો તમને આપેલી લીંક પરથીજ ભાગ લે એ ધ્યાન રાખવાનું રહેશે.

·         તમારા ગૃપમાંથી ભાગ લેનાર સ્પર્ધકની રચના સ્ટોરીમિરર પર સબમિટ થશે ત્યારેજ સ્પર્ધામાં માન્ય ગણાશે.

·         કોઈપણ સમસ્યા કે નૈતિક પ્રશ્ન ઉભો થશે તો સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને સૌને બંધન કરતા રહેશે.

·         વિજેતાઓની પસંદી સ્ટોરીમિરરના સંપાદક મિત્રોના સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે.

·         ગૃપની આંતરિક સ્પર્ધા કે ફાઈનલ સ્પર્ધા દરમ્યાન સ્પર્ધક એક કરતાં વધારે ચાહે તેટલી રચનાઓ મૂકી શકશે. શબ્દોની પણ કોઈ મર્યાદા નથી.

·         આ સ્પર્ધા માટે કોઈ ફી રાખેલ નથી.

ઇનામ :

·         કોઈપણ ગૃપમાંથી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલ ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

·         દરેક ગૃપમાંથી વિજેતા થનાર શ્રેષ્ઠ ૩ કવિતા અને શ્રેષ્ઠ ૩ વાર્તાના લેખકને મેડલ આપવામાં આવશે. તથા આ વિજેતા મિત્રો ફાઈનલ સ્પર્ધા માટે લાયક ગણાશે.

·         ફાઈનલ સ્પર્ધામાં વિજેતા થનાર શ્રેષ્ઠ ૩ વાર્તા અને શ્રેષ્ઠ ૩ કવિતાના વિજેતાને ઇનામ સ્વરૂપટ્રોફી તેમના ઘરે મોકલી આપવામાં આવશે.

·         સમગ્ર સ્પર્ધા દરમ્યાન મળેલી શ્રેષ્ઠ 25 વાર્તા અને 25 કવિતાઓને ઈ-બુકમાં સમાવવામાં આવશે.

સમયગાળો :

·         દરેક ગૃપ માટે તેના સભ્યો વચ્ચે આંતરિક સ્પર્ધાનો સમયગાળો 20 જુલાઈ 2022 થી 5 ઓગસ્ટ 2022 સુધી રહેશે.

·         ફાઈનલ સ્પર્ધા 12ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી રહશે.

પરિણામ :

·         ગૃપના સભ્યો વચ્ચેની આંતરિક સ્પર્ધાનું પરિણામ 10 ઓગસ્ટ 2022ના રોજ જાહેર કરવામાં આવશે.

·         ફાઈનલ સ્પર્ધાનું પરિણામ 25 ઓગસ્ટ 2022ના રોજ જાહેર કરવામાં આવશે.

·         મેડલ વિજેતા મિત્રોના મેડલ્સ 15 ઓગસ્ટ સુધી મોકલી આપવામાં આવશે

·         ટ્રોફી વિજેતા મિત્રોની ટ્રોફી 5 સપ્ટેમ્બર સુધી મોકલી આપવામાં આવશે.

સંપર્ક :

·         વિષ્ણું દેસાઈ : 97231 85603(કોલ અને વોટ્સઅપ)

·         ઈમેઈલ : vishnu@storymirror.com