Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#મારા પપ્પા મારા હીરો

SEE WINNERS

Share with friends

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત.”   = અરદેશર ફરામજી ખબરદાર 

અમેરિકાની ધરતી પર વસવા છતાં, જેનાં હદયમાં ગુજરાત ધબકે છે અને હોઠે ગુજરાતી મહેંકે છે, એવા ‘કૌશિક શાહ અને રાજુલ કૌશિક’ આ પંક્તિને યથાર્થ કરી રહ્યાં છે. ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ નામના ફેબુકગૃપ થકી તેઓ સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે યથાશક્તિ પ્રયત્ન કરી રહ્યા છે. 

તેમના આ સેવાકાર્યમાં એક આહુતિ સ્વરૂપે ‘સ્ટોરીમિરર ગુજરાતી’ ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ ગૃપ સાથે સંકલન કરીને ‘ફાધર્સ ડે’ નિમિતે એક સુંદર લેખન સ્પર્ધાનું આયોજન કર્યું છે. જગતમાં માતા વિષે ઘણું લખાયું છે, આ સ્પર્ધા થકી આપણે મૌન રહીને પરિવારના બોજને પોતાના ખભે ઉપાડી હસતા મુખે જગતમાં ફરતા પિતાની વંદના કરવી છે, તો થઇ જાઓ તૈયાર, ઉઠાવો કલમ અને આપની પિતા પ્રત્યેની લાગણીને વાર્તા, પત્ર, કવિતા કે ગઝલ સ્વરૂપે અમને લખી મોકલો. કેમકે . . . 

‘જે સંતાનના સપના પુરા કરવા પોતાના સપનાઓનું બલિદાન આપે છે, તે પિતા છે.’ 

નિયમો :

1.    આ સ્પર્ધામાં આપ ‘પિતા’ વિષય ગદ્ય (વાર્તા, પત્ર) પદ્ય (કવિતા, ગઝલ) લખી શકશો.

2.    લેખન શૈલી માટે કોઈ બંધન નથી, વાર્તા માટે શબ્દમર્યાદા ૧૫૦૦ સુધી રહેશે.

3.    સ્પર્ધકોએ પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી. આપ એક કરતાં વધારે રચનાઓ મોકલી શકો છો..

4.    મેઈલ દ્વારા, હસ્તલિખિત કે સ્પર્ધાની લિંક સિવાય મુકવામાં આવેલી રચનાઓ માન્ય રહેશે નહિ.

5.     ભાગ લેવા માટે કોઈ જાતની ફી રાખેલ નથી.

6.    સ્પર્ધકની રચના લાઈવ થતાં સ્પર્ધકનું પ્રમાણપત્ર એમની પ્રોફાઇલમાં સર્ટિફિકેટ્ વિભાગમાંથી મેળવી શકાશે.

7.    વિજેતાની પસંદગી અમારા દ્વારા નક્કી કરવામાં આવેલાં નિર્ણાયક મિત્રોનાં નિર્ણયને આધારે કરવામાં આવશે, જે સૌને માન્ય રહેશે. 

સાહિત્ય પ્રકાર :

ગદ્ય (વાર્તા, પત્ર)

પદ્ય (કવિતા, ગઝલ) 

ભાષા :

ગુજરાતી 

ઇનામ:

1.    ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.    શ્રેષ્ઠ ૩ ગદ્ય અને ૩ પદ્યને રૂ. ૨૫૦/- મૂલ્યનું સ્ટોરીમિરરનું શોપીંગ વાઉચર આપવામાં આવશે.

(ઇનામ – 2 માટે જો વિજેતા લેખક ભારત બહારના હશે તો એમને રૂ.૨૫૦ના શોપીંગ વાઉચરને બદલે ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ તરફથી ૧૧/- ડોલરનું રોકડ ઇનામ એમના બેંક ખાતામાં આપવામાં આવશે.)

3.    શ્રેષ્ઠ ૩ વાર્તા અને ૩ કવિતાના વિજેતાઓને વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે.

4.    શ્રેષ્ઠ ૨૫ વાર્તાઓ અને કવિતાઓનું સંકલન કરી ઈ-બુક બનાવવામાં આવશે. 

સમયગાળો : ૧ જૂન૨૦૨૧ થી ૩૦જૂન ૨૦૨૧ 

પરિણામ : ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ 

સંપર્ક :

Email: vishnu@storymirror.com

          knshah51@yahoo.com 

ફોન નંબર : +91 97231 85603 (સ્ટોરીમિરર)

            : +1 508 581 0321 (સાહિત્ય સંગીતનું વિશ્વ)