લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચાલો દીવાની જેમ
= અનીલ ચાવડા
દીપાવલીની અંદર બે શબ્દો સમાયેલા છે, દીપ એટલે કે દીપક અને આવલી એટલે કે હારમાળા, અર્થાત દીવાઓની હારમાળા. દિવાળીએ એ પ્રકાશનું પર્વ છે. જે અમાસની અંધારી રાતે આવે છે, છતાં માનવજીવનમાં પ્રકાશ પાથરે છે.
દીપકની જેમ જ સાહિત્ય પણ પ્રકાશ પાથરવાનું કામ કરે છે. ઉત્તમ કોટિનું સાહિત્ય એ એક દીપકની ગરજ સારે છે. જેમ દીવો માવના જીવનપથમાં પ્રકાશ પાથરે છે, તેમ ઉત્તમ સાહિત્ય પણ માનવ જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. અને એટલે જ આ દિવાળી નિમિતે સ્ટોરીમિરર આવા ઉત્તમ કોટીના સાહિત્યની હારમાળા સર્જવા જઈ રહ્યું છે. દિવાળીના વિશિષ્ટ ‘દિવાળી અંક’ થકી. જેમાં ૫૦ સુંદર કવિતાઓ અને ૫૦ સુંદર વાર્તાઓ પસંદ કરી તેનું એક ઈ-મેગેઝીન પ્રકાશિત કરવામાં આવશે. આપની ઉત્તમ રચના પણ આ હારમાળાનો એક દીપક બની શકે છે. તો આજે જ આપની સુંદર રચના સ્ટોરીમિરરને મોકલી આપી તેને દિવાળી અંકનો એક ભાગ બનાવો.
નિયમો :
1. આપની રચના મૌલિક હોવી જોઈએ.
2. સ્ટોરીમિરર પર પહેલેથી મુકાયેલી રચના માન્ય રહેશે નહિ.
3. દિવાળી પર્વ સાથે સંકળાયેલી રચનાઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
4. આપની રચના આ સ્પર્ધાની લિંક મારફત સબમિટ થયેલી હોવી જોઈએ.
5. સ્ટોરીમિરરને મળેલી રચનાઓમાંથી મેગેઝીન માટે પસંદ કરવાનો અધિકાર સ્ટોરીમિરરનો રહેશે.
6. મેગેઝીન માટે પસંદગી નહિ પામેલી રચનાઓ સ્ટોરીમિરર પ્લેટફોર્મ પર અપની પ્રોફાઈલમાં તો અવશ્ય સ્થાન પામશે.
7. આપ એક કરતાં વધારે રચનાઓ મૂકી શકો છો.
8. આ સ્પર્ધા માટે કોઈ જાતની ફી રાખેલી નથી.
સાહિત્ય પ્રકાર :
વાર્તા
કવિતા
ભાષા : ગુજરાતી
સમય અવધી :
૧૫ ઓક્ટોબર ૨૦૨૦ થી ૦૫ નવેમ્બર ૨૦૨૦
મેગેઝીન પ્રકાશિત થવાની તારીખ :
૧૨ નવેમ્બર ૨૦૨૦
ઇનામ :
શ્રેષ્ઠ ૫૦ વાર્તાઓ અને શ્રેષ્ઠ ૫૯ કવિતાઓ દિવાળી ઈ-મેગેઝીનમાં સ્થાન પામશે.
સંપર્ક :
ઈમેઈલ : Vishnu@storymirror.com
મો : 97231 85603