Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#રવિવાર એટલે લેખનવાર

SEE WINNERS

Share with friends

“કરત કરત અભ્યાસ કે, જડમતિ હોત સુજાન:

રસરી આવત જાત કે, સિલ પર પડત નિશાન.”

 

સતત અને સાતત્યપૂર્ણ મહાવરો કરવાથી કોઈપણ કાર્યમાં સફળતા મેળવી શકાય છે. આજ બાબત લેખનકાર્યને પણ લાગુ પડે છે. સતત અને વિવિધતાસભર લેખન કાર્ય કરતા રહેવાથી ‘ભૂલ અને પ્રયત્નના’ મનોવૈજ્ઞાનિક અભિગમ મુજબ ચોક્કસ ગુણવત્તાસભર લેખનકાર્યની સિદ્ધિ મેળવી શકાય છે. માટે લેખનકાર્યમાં જોડણી, વ્યાકરણ, કલાત્મક પ્રસ્તુતિ, લોકોને કેવું લાગશે ? વગેરે બાબતોની ચિંતા મુકીને સતત લખતા રહેવું જોઈએ. જો આપનું લખાણ પરિપક્વ અને ઉત્તમ હોય તો પણ આપની સાહિત્ય રચનાઓની નિયમિત વૃદ્ધિ માટે પણ સતત એલ લક્ષ્ય સાથે લખતા રહેવું જોઈએ.

 

આપની લેખન ક્ષમતાને દ્રઢ અને નિયમિત બનવવા સ્ટોરીમિરર અને શબ્દ વાવેતર પરિવાર આપ સૌ માટે લઈને આવ્યું છે એક અનોખી લેખન સ્પર્ધા. “રવિવાર એટલે લેખનવાર” આ સ્પર્ધા તમારી સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહિત કરશે અને તમારી લેખન ક્ષમતાને એક નવી ઉંચાઈ પર લઇ જશે.

 

આ સ્પર્ધામાં નવું શું છે ?

સ્ટોરીમિરર દ્વારા દર રવિવારે રવિવારે એક લેખન સ્પર્ધા યોજાશે. જેનો વિષય આગળના ગુરુવારે જાહેર કરવામાં આવશે. સ્પર્ધેકે રવિવાર સુધીમાં જે તે ટોપિક માટે રચના સબમિટ કરવાની રહેશે.


નોંધ : સ્પર્ધા માટેનો શબ્દ દર ગુરુવારે આપવામાં આવશે, અને એ શબ્દ પર તે પછીના રવિવાર સુધી લખી શકાશે..


નિયમો :

1. દરેક રવિવારની સ્પર્ધા સ્વતંત્ર રહેશે.

2. સ્પર્ધાનો વિષય સ્ટોરીમિરર વેબસાઈટના સ્પર્ધાના પેજ પર, સ્ટોરીમિરરના વોટ્સઅપ નંબરની પ્રોફાઈલ, સ્ટેટસ અને ગૃપમાં ગુરુવારે જાહેર કરવામાં આવશે.

2. જે તે રવિવારે પૂરી થયેલી સ્પર્ધાના અઠવાડિક વિજેતાઓની યાદી તે પછીના શનિવારે જાહેર કરવામાં આવશે.

3. સ્પર્ધક ઈચ્છે તો વાર્તા અને કવિતા એમ બંનેમાંથી કોઈ એક વિભાગમાં અથવા બંને વિભાગમાંમાં ભાગ લઇ શકે છે.

4. એક રવિવારે સ્પર્ધામાં ભાગ લીધા પછી દર રવિવારે ફરજીયાત ભાગ લેવો એવું બંધન નથી. આપ આપની અનુકુળતા મુજબ દર ગમે તે રવિવારે ભાગ લઇ શકો છે. કોઈપણ સ્પર્ધક વચ્ચે કોઈપણ રવિવારથી જોડાઈ શકશે.

5. દર 3, 6, 9 અને 12 મહીને એક સેમીફાઈનલ સ્પર્ધા થશે. જેમાં વીતેલા 3 મહિનાના દરેક રવિવારે વિજેતા થયેલા મિત્રો વચ્ચે રહેશે.

6. 12 મહિનાના અંતે આખા વરસના તમામ રવિવારના વિજેતા અને સેમીફાઈનલના વિજેતામિત્રો વચ્ચે મેગાફાઈનલ થશે.

7. વિજેતાઓની પસંદગી તેમની રચનાઓના વાચકોની સંખ્યા, તેમને મળેલા લાઈકની સંખ્યા અને સંપાદક તરફથી મળેલા સંપાદકીય સ્કોરની સંખ્યાને આધારે કરવામાં આવશે, જે આખરી અને સૌ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે.

8. ફક્ત સ્પર્ધાની લીંક મારફત મળેલી રચના જ માન્ય રહેશે, વોટ્સઅપ, મેઈલ, ફોટો કે હસ્તલિખિત રચના માન્ય રહેશે નહિ.

8. સ્પર્ધામાં ભાગ લેવા માટેની કોઈ ફી રાખેલ નથી


ઇનામો :

1. ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

2. દર રવિવારના અઠવાડિયક વિજેતા શ્રેષ્ઠ 5 વાર્તા અને શ્રેષ્ઠ 5 કવિતાને વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે. (જે તે વિભાગમાં ઓછામાં ઓછા ૩૦ સ્પર્ધકો હશે ત્યારે)

3. સેમીફાઈનલના વિજેતા શ્રેષ્ઠ ૩ વાર્તા અને શ્રેષ્ઠ ૩ કવિતાને એક પુસ્તક આપવામાં આવશે.

4. વર્ષાંતે મેગાફાઈનલના વિજેતા શ્રેષ્ઠ ૩ વાર્તા અને શ્રેષ્ઠ ૩ કવિતાને ટ્રોફી આપવામાં આવશે.

5. વર્ષ દરમ્યાન 40 કરતાં વધારે રવિવારમાં ભાગ લેનાર સ્પર્ધકને તેની ઈ-બુક બનાવી આપવામાં આવશે.


ભાષાઓ :

ગુજરાતી


સાહિત્ય પ્રકાર : વાર્તા અને કવિતા


સમયગાળો :  – ગુરુવારથી રવિવાર સુધી

                    

પરિણામ  – સ્પર્ધા પછીના શનિવારે


સંપર્ક :

ઈમેઈલ : vishnu@વાર્તા mirror.com


મોબાઈલ નંબર : +91 97231 85603 (whatsapp)