Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#‘સ્ટોરીમિરર દીપોત્સવ અંક’ ઈ-મેગેઝીન

SEE WINNERS

Share with friends

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.  – શ્રી અનિલ ચાવડા

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી ઉજવાતો દિવાળીનો તહેવાર પોતાનું આગવું મહત્વ ધરાવે છે. અમાસની અંધારી રાતે આવતો હોવા છતાં આ પ્રકાશનો તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. પરંતુ અહીં દીવડા પ્રગટાવીને માત્ર બાહ્ય અંધકારને દૂર કરવાની વાત નથી. ભીતરમાં જ્ઞાનના દીવડા પ્રગટાવી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીએ તો જ સાચા અર્થમાં દિવાળી ઉજવી કહેવાય. ઘરની સફાઈની સાથે મનની સફાઈ પણ અત્યંત જરૂરી છે.

દિવાળીનો અર્થ થાય છે દીવડાઓની હારમાળા. સ્ટોરીમિરર આ પ્રકાશપર્વ દિવાળી નિમિતે લઈને આવે છે વાર્તા અને કવિતાની હારમાળા ‘સ્ટોરીમિરર દીપોત્સવ અંક’ ઈ-મેગેઝીન. સાહિત્ય એ માનવીય ગુણોને ઉજાગર કરવાનું એક ઉત્તમ માધ્યમ છે. કવિતા અને વાર્તા સ્વરૂપે વ્યક્ત થતાં ઉત્તમ માનવીય ગુણો માનવના જીવનપથને પ્રકાશમય બનાવે છે. આપ પણ દિવાળી નિમિતે આપની ઉત્તમ રચનાઓ આ મેગેઝીનમાં પ્રકાશિત કરવા માટે મોકલી શકો છો.

નિયમો :

1.       આપની રચના દિવાળી અથવા નુતનવર્ષ સંદર્ભે હોવી જોઈએ.

2.      આપની રચના મૌલિક અને અપ્રકાશિત હોવી જોઈએ.

3.      આપ વાર્તા અથવા કવિતા એમ કોઈ એક વિભાગ અથવા બંને વિભાગમાં ભાગ લઇ શકો છો.

4.      લેખ કે નિબંધ પ્રકારની રચનાઓ સ્વીકાર્ય નથી.

5.      આપની રચના ઈ-મેગેઝીન માટેની લિંક મારફત જ સબમિટ થયેલી હોવી જોઈએ.

6.      આપની રચના 15 ઓક્ટોબર 2022 પહેલા સ્ટોરીમિરર પર સબમિટ થઇ જવી જોઈએ. તે પછી આવેલી રચના મેગેઝીન માટે ધ્યાને લેવાશે નહિ.

7.      અમારી સંપાદકીય ટીમ દ્વારા પસંદ કરેલી ઉત્તમ 25 કવિતાઓ અને 25 વાર્તાઓને ઈ-મેગેઝીનમાં સ્થાન આપવામાં આવશે.

8.       આ ઈ-મેગેઝીનમ નિ:શુલ્ક રહેવાનું છે, માટે આપને આપની રચના માટે રોકડ કે અન્ય કોઈ વળતર આપવામાં આવશે નહિ.

9.       રચનાઓની પસંદગી બાબતે સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને સૌને બંધનકર્તા રહેશે.

 ઈનામ :   

1.      ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.     શ્રેષ્ઠ 25 વાર્તાઓ અને કવિતાઓને ઈ-મેગેઝીનમાં પ્રકાશિત કરવામાં આવશે.

3.      શ્રેષ્ઠ 3 વાર્તા અને શ્રેષ્ઠ 3 કવિતાના વિજેતાઓને મેડલ આપવામાં આવશે.

સમયગાળો :

15 સપ્ટેમ્બર 2022 થી 15 ઓક્ટોબર 2022

 પરિણામ :

21 ઓક્ટોબર 2022

 સંપર્ક :

વિષ્ણુ દેસાઈ

સંપાદક, સ્ટોરીમિરર ગુજરાતી

મો – 97231 85603

ઈમેઈલ : vishnu@storymirro.com