Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#‘શબ્દ વાવેતર’ સ્પર્ધાની સમજુતી

SEE WINNERS

Share with friends

એક દ્રષ્ટીએ જોતાં આમતો સાહિત્ય સર્જન કરવું એ પણ એક ખેતી જેવું કામ છે. જેમ ખેડૂત એક બીજ વાવે છે અને તેના ફળ સ્વરૂપ હજારો દાણા નિર્માણ પામે છે. તેજ રીતે જયારે એક સર્જક કોઈ સાહિત્ય સર્જન કરે છે ત્યારે તે પણ મૂળભૂત રીતે તો શબ્દો રૂપી બીજજ વાવે છે, જેના ફળ સ્વરૂપ અદ્ભુત વાર્તા કે કવિતા નિર્માણ પામે છે. અને આવું શબ્દોના વાવેતર થકી સાહિત્યની ખેતી કરનાર એક અદ્ભુત સાહિત્યિક ગૃપ એટલે ‘શબ્દ વાવેતર સાહિત્ય પરિવાર’


સ્ટોરીમિરર એ જાહેર કરતાં આનંદની લાગણી અનુભવે છેકે, આવું સુંદર કામ કરનાર ‘શબ્દ વાવેતર સાહિત્ય પરિવાર’ સાથે સંકલન કરી અમે એક સુંદર લેખન સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેનું નામ છે ‘શબ્દ વાવેતર લેખન સ્પર્ધા’

 

આ સ્પર્ધામાં નવું શું છે ?

આ સ્પર્ધામાં અમારા તરફથી દર અઠવાડિયે એક શબ્દ આપવામાં આવશેસ્પર્ધકે અમે આપેલા શબ્દ પરથી વાર્તા, કવિતા અથવા બંને લખવાના રહેશે. આમ આ સ્પર્ધા ચાર અઠવાડિયા સુધી ચાલશે. દર અઠવાડિયે આપવામાં આવેલા શબ્દ પર આવેલી રચનાઓનું પરિણામ દર અઠવાડિયે જાહેર કરવામાં આવશે.


ચાર અઠવાડિયા માટેના શબ્દો નીચે મુજબ છે

પ્રથમ અઠવાડિયું : ઝરુખો (તા- ૦૧/૦૨/૨૨ થી ૦૭/૦૨/૨૨)

બીજું અઠવાડિયું : કરામત (તા- ૦૮/૦૨/૨૨ થી ૧૪/૦૨/૨૨)

ત્રીજું અઠવાડિયું : ચુંબકીય (તા- ૧૫/૦૨/૨૨ થી ૨૧/૦૨/૨૨)

ચોથું અઠવાડિયું : અવર્ણનીય (તા- ૨૨/૦૨/૨૨ થી ૨૮/૦૨/૨૨)

 

નિયમો :

1.    આ સ્પર્ધા અઠવાડિક રહેશે અને કુલ ચાર અઠવાડિયા સુધી ચાલશે. દર અઠવાડિયા માટેનો શબ્દ અલગ રહેશે.

2.    ચાર અઠવાડિયા ફેબ્રુઆરીમાં તા- ૧થી ૭, ૮ થી ૧૪, ૧૫ થી ૨૧ અને ૨૨ થી ૨૮ આ મુજબ રહેશે.

3.    સ્પર્ધક ઈચ્છે તો વાર્તા અને કવિતા એમ બંનેમાંથી કોઈ એક શ્રેણીમાં અથવા બંને શ્રેણીમાં ભાગ લઇ શકે છે.

4.    સ્પર્ધેકે પોતાની રચના ‘શબ્દ વાવેતર’ વોટ્સ એપ ગૃપ અને સ્ટોરીમિરર એપ એમ બંને જગ્યાએ મુકવાની રહેશે.

5.    વિજેતાનો નિર્ણય ‘શબ્દ વાવેતર ગૃપ’ના જ્યુરી મિત્રો દ્વારા કરવામાં આવશે, જે સૌને માન્ય રહેશે.

6.    સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે.

7.    સ્પર્ધક એક શબ્દ પર એક કરતાં વધારે રચનાઓ પણ મૂકી શકશે.

8.    આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.


ઇનામો :


1.    ભાગ લેનાર દરકે સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.    દર અઠવાડિયે વિજેતા થનાર મિત્રોને ડીજીટલ વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે.

3.    ચાર અઠવાડિયા દરમ્યાન આવેલી શ્રેષ્ઠ રચનાઓનું સંકલન કરી એક ઈ-બુક બનાવવામાં આવશે.


બમ્પર ઈનામ : ‘શબ્દ વાવેતર’ વોટ્સએપ ગૃપ દ્વારા ફાઈનલ વિજેતાઓને સરપ્રાઈઝ ઈનામ અલગથી આપવામાં આવશે.

 

ભાષા : ગુજરાતી



સમયગાળો :  – ફેબ્રુઆરી 1, 2022, થી  ફેબ્રુઆરી 28,

પરિણામ  – જેતે અઠવાડિયા માટેનું પરિણામ તેના પછીના અઠવાડિયે જાહેર કરવામાં આવશે.

 


સંપર્ક :

સ્ટોરીમિરર માટે : વિષ્ણુ દેસાઈ

ઈમેઈલ : vishnu@વાર્તા mirror.com

મોબાઈલ નંબર : +91 97231 85603

 

શબ્દ વાવેતર ગૃપ માટે : કિરણબેન શર્મા

મોબાઈલ : 90549 82703