Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#ઉડે શબ્દ રંગ

SEE WINNERS

Share with friends

ઉડે શબ્દ રંગ :

હોળી એ રંગોનો તહેવાર છે. દરેક રંગ પોતાની અંદર એક વિશેષ અર્થ અને ઉર્જા સમાવીને બેઠો છે. જેમકે લાલ  રંગ ભય અને ગુસ્સાની સાથે મંગળકાર્યનું પ્રતિક છે, તો કેસરી એ બલિદાન અને શૌર્યનું પ્રતિક છે, સફેદ શાંતિનું પ્રતિક છે. તો લીલો નવી શરૂઆત અને હરિયાળીનું પ્રતિક છે.

માનવીનું હદય પણ પોતાની અંદર પ્રેમ, હુંફ, નફરત, ગુસ્સો, આનંદ, દુખ જેવા લાગણીઓના અનેક રંગ છુપાવીને બેઠું હોય છે. અને જયારે મનમાં રહેલા લાગણીના રંગ કલમ થકી કાગળ પર ઉતરે છે, ત્યારે તે બને છે, પારુલ ઠક્કર ‘યાદ’ ની’Words Of Heart’ની શબ્દરંગોળી 

સ્ટોરીમિરર આ હોળી નિમિતે લઈને આવ્યું છે, ‘Words Of Heart’ સાહિત્યિક ગૃપની સાહિત્ય સેવાના 5 માર્ચે ત્રણ વરસ પુરા થવાની ખુશી પર તેની સેવામે બિરદાવતાં એક અનોખી લેખન સ્પર્ધા ‘ઉડે શબ્દ રંગ’ 

નિયમો :

1.    આ સ્પર્ધામાં સ્પર્ધકે’ હોળી-ધૂળેટી અથવા રંગ’ થીમ પર પોતાની વાર્તા કે કવિતા લખવાની રહેશે.

2.    સ્પર્ધક ઈચ્છે તો વાર્તા અને કવિતા એમ બંનેમાંથી કોઈ એક શ્રેણીમાં અથવા બંને શ્રેણીમાં ભાગ લઇ શકે છે.

3.    સ્પર્ધેકે પોતાની રચના ‘Words Of Heart’ વોટ્સ એપ ગૃપ અને સ્ટોરીમિરર એપ એમ બંને જગ્યાએ મુકવાની રહેશે.

4.    વિજેતાનો નિર્ણય ‘Words Of Heart’’ના જ્યુરી મિત્રો દ્વારા કરવામાં આવશે, જે સૌને માન્ય રહેશે.

5.    સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે. આપ એક કરતાં વધારે રચનાઓ મૂકી શકો છો.

6.    આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

ઇનામો :

1.    ભાગ લેનાર દરેકને ‘Words Of Heart’ વોટ્સએપ ગ્રૂપ અને સ્ટોરીમિરરની સંયુક્ત સહીવાળું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.    વિજેતા મિત્રોને ડીજીટલ વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે.

3.    સ્પર્ધામાં આવેલી શ્રેષ્ઠ ૧૫ વાર્તા અને ૧૫ કવિતા રચનાઓની ઈ-બુક બનવવામાં આવશે.

બમ્પર ઈનામ :  ‘Words Of Heart’ વોટ્સએપ ગૃપ તરફથી શ્રેષ્ઠ ૩ વાર્તા અને કવિતાઓને એક સુંદર સરપ્રાઈઝ ગીફ્ટ અલગથી આપવામાં આવશે. 

ભાષા : ગુજરાતી

સમયગાળો :  – 7 માર્ચ 2022, થી 20 માર્ચ 2022 સુધી

પરિણામ  – 31 માર્ચ 2022

સંપર્ક :

સ્ટોરીમિરર માટે : વિષ્ણુ દેસાઈ

ઈમેઈલ : vishnu@વાર્તા mirror.com

મોબાઈલ નંબર : +91 97231 85603

 ‘Words Of Heart’ ગૃપ માટે : પારુલ ઠક્કર ‘યાદ’

મોબાઈલ : 88666 77115, 84600 77115