Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#કામણ કર્યા કાનુડાએ

SEE WINNERS

Share with friends

‘કામણ કર્યા કાનુડાએ’ લેખનસ્પર્ધાની સમજુતી :

લગાડી મોં પર એજ માખણના પીંડા, આજે હું જરાક વધારે રૂડો થઇ જાઉં:

શ્યામ, કૃષ્ણ, નારાયણ હવે નથી શોભતું, લાવ ફરીથી જશોદાનો કાનુડો થઇ જાઉં. = મહર્ષિ તેરૈયા

 

કહેવાય છે, મનુષ્ય અવતાર અને માનું દૂધ દેવોને પણ દુર્લભ છે. સ્વયં ભગવાન પણ માના દૂધને પામવા માટે આ જગતમાં માનવ તરીકે અવતાર લે છે. કૃષ્ણ એટલે મનુષ્ય તરીકે અવતાર ધારણ કરીને જગત પર આવનાર સાક્ષાત નારાયણનું સ્વરૂપ. કૃષ્ણ એ આ જગતમાં જે લીલાઓ કરી તે આજે પાંચ પાંચ હાજર વરસ પછી પણ એટલીજ મનભાવન છે.

 

કૃષ્ણ એટલે એવા દેવ જેને તમે ચાહો તે સ્વરૂપે ભાજી શકો. લાલા તરીકે તેના બાળસ્વરૂપનું પૂજન કરી આપણે ભગવાનના માતા-પિતા બની શકીએ છી. દ્રૌપદીએ કૃષ્ણને ભાઈ તરીકે પૂજ્યા. અર્જુન અને સુદામાએ તેમને સખાભાવથી પૂજ્યા. મીરાંબાઈએ તેમને પોતાના સ્વામી તરીકે પૂજ્યા. જયારે આખું જગત તેમને ‘કૃષ્ણમ વંદે જગત ગુરુ’ કહીને ગીતાના ગાનારા તરીકે જગતના ગુરુકે પિતા તરીકે પૂજે છે.


આ જન્માષ્ટમી નિમિતે સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે, એક અનોખી લેખન સ્પર્ધા ‘કામણ કર્યા કાનુડાએ’ જ્યાં તમે તમારા વહાલા કૃષ્ણને તમારા ગમતા સ્વરૂપે તમારા પોતાના શબ્દોમાં લાડ લડાવી શકો છો.

 

નિયમો :

1.    આ સ્પર્ધામાં તમારી રચના કૃષ્ણ સાથે સંકળાયેલી હોવી જોઈએ.

2.    આ સ્પર્ધામાં માત્ર પદ્ય (કવિતા) જ સ્વીકાર્ય છે.

3.    તમારી રચનામાં તમે કૃષ્ણ માટે કોઈ પણ નામ નો ઉલ્લેખ કરી શકો છો જેમકે, કૃષ્ણ, કનૈયો, કાનુડો, મોહન, માધવ, ગિરીધર, ગોપાલ, શ્યામ,મુરલીધર, કેશવ વગેરે.

4.    સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે.

5.    સ્પર્ધક એક કરતાં વધારે રચનાઓ પણ મૂકી શકે છે અને શબ્દોની કોઈ મર્યાદા નથી.

6.    આપની રચના સપર્ધાની લીંક મારફત જ મુકાયેલી હોવી જોઈએ.

7.    હાર્ડકોપી, ફોટોકોપી, હસ્તલિખિત કે ઈમેઈલ દ્વારા મળેલી રચના સ્પર્ધા માટે માન્ય રહેશે નહિ.

8.    આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

 

ઇનામો :


1.    ભાગ લેનાર દરકે સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.    શ્રેષ્ઠ ૧૦ રચનાઓને રૂ.૧૫૦/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

3.    વિજેતામિત્રોને વિજેતા પ્રમાણપત્ર અલગથી આપવામાં આવશે.

4.    20 કરતા વધારે રચનાઓ મુકનાર સ્પર્ધકને એક પુસ્તક ઇનામ સ્વરૂપ આપવામાં આવશે.

5.    સ્પર્ધામાં આવેલી શ્રેષ્ઠ ૩૦ રચનાઓની ઈ-બુક બનાવવામાં આવશે.



ભાષા  : ગુજરાતી



સમયગાળો :  – ઓગસ્ટ 16, 2022, થી  ઓગસ્ટ 25,

પરિણામ  – સપ્ટેમ્બર 15 2022

 


સંપર્ક :

 વિષ્ણુ દેસાઈ

ઈમેઈલ : vishnu@વાર્તા mirror.com

મોબાઈલ નંબર : +91 97231 85603