Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનુકૂળતા

 73

00:00
02:14

Written & Narrated by Disha Patel

અન્ય

 આ ઝળહળતા શહેરની બે ચાર ગલિયો આજે પણ સૂમસામ છે   અને કદાચ મને આજે પણ એ સૂમસામ ગલીઓ વધારે પસંદ છે.કેમ કે   આજે પણ ત્યાં કંઇક મેળવવાની ચાહતનો ચાંદ ઊગે છે . ભલે ઝાંખો પણ હોય છે. મને આ વાતાવરણનો અનુભવ ન હતો   અને ક્યારેય એનાથી ટેવાઈ પણ નથી. હું હંમેશા જ્યાં વર્ષ માં એક વાર દિવાળી અને એની રોનક થી ટેવાઈ છું. અને આજે અહીં દરરોજ દિવાળી હોય છે! હા   ખુશ છું રોજ ની દિવાળી જોઈને   પણ કેટલીક વાર ! એ રોજ ની દિવાળીની રોનક માં ઝાંખા થતું જવાનું?? હંમેશા ખુશ રહેવાનો ડહોળ કરતાં હજુ નથી શીખી... હા   એ વાત પણ બવ સાચી છે. કે લોકોની સાથે જ્યારે એની જ વાત કરવાની રીત થી વાત કરીએ તો ખોટું લાગે છે   જ્યારે આ લોકોના સ્ટેટ્સ જોઈને એની સાથે વાત કરવાનું અઘરું લાગે છે . કેમ કે   મે હંમેશા લોકોના સવભાવ જોઈને વાત કરી છે. હું ખુશ છું. એ બદલાવ થી   પણ અઘરું છે કેમ કે હું બીજા માટે નહિ મારા માટે બદલી છું . અહીંયા બધા બીજા માટે બદલે એ જોઈને બદલવું અઘરું તો ઓછું પણ આકરું વધારે લાગે છે!!.... આજે અમુક ઝાંખા ચહેરા ઓને યાદ કરવા પડે છે   એ એટલે કે એ માત્ર ઓળખાણ હતી ને એટલે . સંબંધ જ હોત ને તો એ ઝાંખા ચહેરા ઓને યાદ ના કરવા પડત. જિંદગીમાં ઘણા બધા ચહેરાઓને રોજ જોવાની આદત હતી .પણ સમય ની સાથે એ ચહેરા અને આદત બંને ને છોડ્યા છે   અને નવા ચહેરા ઓને આદત બનવાનું ક્યારેય વિચાર્યું જ નથી!!....... કેમ કે   ચાહ્યા પછી એ બધાને પામવાની ઈચ્છા થાય છે   જ્યારે એ પામ્યા પછી એવો વિચાર આવે શું એ ચહેરાઓ ચાહવા લાયક પણ હતા?? પણ એ બધા ચહેરાઓને મે પામ્યા છે કેમ કે ચાહવાનો મોકો તો બવ પહેલા જ મળી ગયો તો. એ માંના પેટમાં નવ મહિના ચાહ્યા પછી હું એને પામી જ છું .અને એ કદાચ એક માની પ્રતિકૂળતા હતી પણ મારી એને પામ્યા પછી અનુકૂળતા જ રહી છે.. દિશા..