આભે નિરખ્યું
આભે નિરખ્યું
1 min
6.6K
આભમાં ઉડતાં પંખીઓને જોઈ રોજ ઉડવાનું મન થાય
કેવા શિસ્ત બદ્ધ એકની પાછળ સંગે સહુ કઈ દિશે જાય
ન નેતા ન રાજા ને તોય સહુ સાથે મળીને દૂર દૂર જાય
સંગે ઉડે અને સાથે ચણે ન ક્દી મારું કે તારું સંભળાય
જેવા સહુ ધરતીએ બિરાજે ત્યાં ગુટર ગુ કર્ણપટે અથડાય
નજદીક સરતી ત્યાં તો ફરરર કરતાં ગગનને આંબવા જાય
કાલની જ વાત કરું બે બાલ પંખીડાનું મધુરું દર્શન થાય
માતા ગઈ હશે ચણ લેવા બેઉ એકમેકાની સોડમાં સમાય
પંખીને પાંખ માનવીને આંખ કુદરત આ તારી કમાલ.
આંખ પાંખના મધુરા મિલનથી દૃશ્ય અદ્દભૂત સર્જાય