Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Fantasy Others

3  

Mrugtrushna Tarang

Fantasy Others

અંગૂર ખટ્ટે હૈં

અંગૂર ખટ્ટે હૈં

2 mins
189


વરસવા ઉભડક જ બેઠું'તુ

એક નાનકડું અમથું ઇ વાદળ

પણ, સીઢીઓ છસ્સો છત્રીસ ચઢીને

બિચારું બોલો, થાકી ગયું !


ને, ટેકો શોધવા લડખડાતું

ઇ તો ધબાક કરીને પડ્યું નીચે

કે, ભોંયભેગા થવામાં

એનું લાલચટક નાક

વધુ લાલ થઈ ગયું !


ને, બાટલીવાળા ડૉકટરે

ઘોડાનું ઈન્જેક્શન આપીને

જીવ તો બચાવી લીધો પણ,

ઘોડાપુર વરસવાનો કોન્ટ્રેક્ટ પણ

વગર દમડી દીધે મફતમાં મળી ગયો..


તેં, વિન્ટર સીઝનમાંય

ધમધોકાવીને વરસ્યા કરે છે ને કાંઈ !

આવું તે કશું હોતું હશે !

વિન્ટરથી બચવા સ્વેટર પહેરુ

કે પછી પહેરું રેઈનકોટ

છત્રી ઓઢું કેઓઢું મફલર !


વાહ રે વરુણ દેવ !

ગમે ત્યારે ટેન્ડર પાસ કરો

એ કેમનું ચલાવી લેવાય ?

અને એ પણ, કરોનાની

આ જીવલેણ ત્રીજી લહેર સમયે !


પ્રધાનમંત્રી દેશને કરોનાથી બચાવે

કે તારાં વગર કારણના વરસાદથી ?

દ્રાક્ષનો પાક તેં વગર વિચાર્યે

બગાડી નાંખ્યો.


આ ગયા વખતના લોકડાઉનમાં

સોનાકા ગણેશ એમ બેમાંથી

એકેય દ્રાક્ષ ખાવાનો

એની મજાહ માણવાનો

મોકો સિખ્ખે ન મળ્યો


ને આ વખતે હવે, આ બિન બુલાયે

મહેમાન સે પરેશાન હોકર હમ

અંગૂર ચખે બગૈર હી કહ દે

અંગૂર ખટ્ટે હૈં !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy