Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Monika Patel

Drama

3  

Monika Patel

Drama

બિચારો માનવી

બિચારો માનવી

1 min
190


જીવનની ધારામાં માનવ કેવો તણાતો જાય છે,

મોંઘવારીની ભીંસમાં બિચારો હણાતો જાય છે,


એકના માથે છત્રની છે કેટલી વિશાળ છાયા,

બીજો ધીમેધીમે ધરતીમાં સમાતો જાય છે,


એકને ત્યાં કુબેરના અખૂટ ભંડાર ભર્યા છે,

બીજો સુખના સપનામાં આયુ ગુમાવતો જાય છે,


એકને ત્યાં છપ્પન ભોગના થાળ રંધાય છે,

બીજો પેટનો ખાડો પૂરવા ડૂસકાં ભરતો જાય છે,


માનવ માનવ વચ્ચે આવો તફાવત શા માટે ?

એક સુખમાં અને બીજો દુઃખમાં ડૂબતો જાય છે,


પૂછું એક સવાલ આ જગતના તારણહારને,

કે તારે ત્યાં પણ ભ્રષ્ટાચાર વધતો જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama