ચા તો જાણે એક જાદુગર લાગે
ચા તો જાણે એક જાદુગર લાગે
ચા ને કોફી મળે તો લાગે સુંદર સવાર,
ચા સાથે દોસ્તોની મહેફીલ લાવે બહાર.
ચા સાથે દોસ્ત હોય તો મળે ખુશી અપાર,
હોયજો રવિવાર, ચા પીવે સાથે આંખો પરિવાર.
વરસતો હોય જો મેઘ ઝરમર ઝરમર,
ચા પીવી જાણે લાગે એક અવસર !
આળસ ભગાવે, નીંદ ભગાવે ચા લાગે જાણે એક જાદુગર !
હોય જો સર દર્દ તો જાણે ચા જ છે એની સારવાર.
હોય ભલે ગરીબ કે શાહુકાર, ચા તો છે સૌની મદદગાર,
આપે જો કોઈ બેડ ટી તો લાગે જાણે મળ્યો કિંમતી ઉપહાર!
ચાની ચૂસકી તો બની જાય યાદગાર જો સાથે હોય દિલબર.
ચા ને કોફી મળે તો લાગે સુંદર સવાર.