દિલદાર
દિલદાર
ડગલેને પગલે મારું નસીબ નડે છે,
લાગે જાણે કોઈની દુવા પણ નડે છે.
છું દિલદાર જે પોતાનાઓ માટે,
ક્યારેક તો એ પોતાના જ નડે છે.
સંબંધો સાચવવા એ આદત છે મારી,
ઘણાને તો મારી એ આદત પણ નડે છે.
ઋજુ છું ઘણી આમતો હૃદયથી મારા,
વાતે વાતે મને મારી આ ઋજુતા નડે છે.
થયું કે આતો માત્ર મારી જ કહાની,
પણ અહીં તો માણસને માણસ નડે છે.