Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chinamyi Kotecha

Abstract Romance

4.5  

Chinamyi Kotecha

Abstract Romance

એ પહેલી મુલાકાત

એ પહેલી મુલાકાત

1 min
499


ચાલ આજે કરી લઉં હું કબૂલાત,

આપણી હતી એ પહેલી મુલાકાત,


કેમ કરી ભૂલું હું આંખોની એ ભાષા ?

હૈયે ઊઠી હેતની હેલી અને આશા,

તારી સાથે થઈ પ્રેમની મીઠી શરૂઆત,

આપણી હતી એ પહેલી મુલાકાત,


કહેવું તો ઘણું ય હતું મારા દિલને,

પણ શબ્દો જ બન્યા મારા વેરી ને,

નિ:શબ્દ બન્યો જોઈ તારી નજાકત,

આપણી હતી એ પહેલી મુલાકાત,


શું બોલું ? અને શું ના બોલું ? મૂંઝવે,

હિંમત રાખીને પૂછી લઉં છું તને,

હું તને ગમું કે નહીં ? દિલમાં ઝંઝાવાત,

આપણી હતી એ પહેલી મુલાકાત, 


પીધા પ્યાલા પ્રેમના હવે શું કરીએ ?

સ્મિતની ભાષા વાંચીને સ્મિત કરીએ,

ધડકતા દિલે ધીમેથી થઈ વાતોની શરૂઆત,

આપણી હતી એ પહેલી મુલાકાત,


મનડું ચોરીને લુચ્ચું હસતી તું,

તારા પ્રેમમાં પાગલ બન્યો હું,

આંખોથી કરીએ આપણે શરારત,

આપણી હતી એ પહેલી મુલાકાત,


ચાલને ફરી એકવાર અજનબી બની જઈએ,

ભૂલી કડવાશ બધી, પ્રેમની શરૂઆત કરીએ,

સમજણનો ડગલો ઉતારી કરીએ નાદાનિયત,

આપણી હતી એ પહેલી મુલાકાત.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract