Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Pandya

Drama

4  

Pratiksha Pandya

Drama

એક જ સુવાસે

એક જ સુવાસે

1 min
336

સંબંધ સર્વેની પેદાશ ભીની એક જ ઊગે,

પાંપણ દ્વારે બુંદ તોરણ એક જ પૂરે,

મોતી ગૂંથાતા લાગણીનાં લાખ ઝગતાં અહીં,

રંગો તેના નિસરે હૈયાં મ્હીં એક જ નૂરે,

સિક્કા લાખ લાગણીનાં બધાં ખરતાં હાથેથી,

બેગુનાહિ સબૂત ના જોતાં એક જ સૂરે

સર્વ જીવે વણાતા સૂરતાર ભાવ રાગોના,

વહેતાં એ મોંઘમ ઈશારે એક જ ધ્રુવે,

સ્નેહ બંધન જગે લોહીની સંચારબંધીમાં,

પોંખાતી લાગણી પૂર્ણતાએ એક જ ખૂલે,

ઉર ઊંડાણે તરતી, વલોવી સૌ અહમ વીંધી,

મઢતી સૌ પ્રેમે ખાર કાઢી એક જ ઝૂલે,

સમજ અન્ય પ્રતિ કેળવી, અનિષ્ટને હણે,

કમી હો ભાવમાં તોય સૌને એક જ કરે,

ના હો હયાતી અહીં, પહોંચે પરમ ચરણે,

થૈ સૌને અહેસાસ દિલે એક જ સુવાસે,

પરગજુ ભાવ જગે ભરે ભાવ કરુણાથી,

લાગણી સૌ પથ્થરે વ્હી ઈશ એક જ પૂરે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama