Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharad Trivedi

Drama Inspirational

3  

Sharad Trivedi

Drama Inspirational

હઠ છે હજી

હઠ છે હજી

1 min
355

જે ગમે તે પામવાની હઠ છે હજી,

આભને પણ આંબવાની હઠ છે હજી,

છે ખબર કે નર્યુ છળ છે આ ઝાંઝવા,

આ હરણને હાંફવાની હઠ છે હજી,

એ નથી દેતા જવાબો એના ભલે,

પણ સવાલો પૂછવાની હઠ છે હજી,

ચોતરફ પથરાયેલા હો પથ્થર ભલે,

આ કૂંપળને ફૂટવાની હઠ છે હજી,

એ સતત માંગ્યા કરે છે મારી ક'ને,

ને મને પણ આપવાની હઠ છે હજી,

જો રહેતો હોય તું તો પે'લે પાર તો,

આ સમંદર લાંઘવાની હઠ છે હજી,

રોજ એ ફાટ્યા કરે છે તો પણ 'શરદ'

જિંદગીને સાંધવાની હઠ છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama