Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Children

4.9  

'Sagar' Ramolia

Children

હું કેરી ખૂબ મજાની

હું કેરી ખૂબ મજાની

1 min
732


મને કહેતા સૌ રાની,

         હું કેરી ખૂબ મજાની;

પછી શેની રહું છાની !

         હું કેરી ખૂબ મજાની.


લેખકો મારા નિબંધ લખે,

         કવિઓ ગીત ગાતા;

ભાતચિત્ર ને ભરતગૂંથણમાં

         મને છાપી જાતા.

હું તો માનેતી પડદાની,

         હું કેરી ખૂબ મજાની.


વસંતઋતુ આવે ને

         આંબે બેસે મોર;

ગુજરાતના તાલાળામાં

         મારો ખૂબ જ તોર,

હું તો કરાવું મિજબાની,

         હું કેરી ખૂબ મજાની.


કાચી મને તોડી લેવા

         છોકરાં પથ્થર મારે;

આંબાવાડી ગૂંજી ઊઠે

         કોયલના ટહુકારે,

પવન કરે છે નુકસાની,

         હું કેરી ખૂબ મજાની.


હાફુસ, કેસર, તોતાપુરી,

         લંગડો, દશેરી, બદામ;

મોંમાં પાણી લાવી દેતાં

         આવાં અમારાં નામ,

હું તો ઘરે-ઘરે પોં’ચવાની,

         હું કેરી ખૂબ મજાની.


ગાડું ભરો ટ્રેકટર ભરો,

         ભરી લો ખટારો;

હવાઈજહાજમાં બેસીને

         વિદેશ-નિવાસ અમારો,

મને સંસ્કૃતમાં ’આમ્ર’ કે’વાની,

         હું કેરી ખૂબ મજાની.


દવાથી પકવશો નહિ,

         પાકવા દો કુદરતી;

’ઉતાવળે આંબા પાકે નહિ’,

         કહેવત સારી હતી,

હું તો ખૂબ નાચવાની,

         હું કેરી ખૂબ મજાની.


Rate this content
Log in