Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જીવન નું ગાડું

જીવન નું ગાડું

1 min
365


હૈયા કેરી ઓરડીમાં,

આત્મવિશ્વાસના ઉજાસ થકી,

ચાલે આ જીવનનું ગાડું,


સમતોલ રાખવા જીવનનું ગાડું,

કરે પ્રયાસો અથાગ આ માનવી,


ઉબડ ખાબડ રસ્તાથી ખોરવાઈ આ સમતોલન,

તોયે જાનની બાજી લગાવી જીવનનાં રસ્તે આગળ નીકળે આ પથિક,


સુખ દુઃખનાં પૈડાં થકી ચાલે આ જીવનનું ગાડું,

આત્મવિશ્વાસનું તેલ પૂરીએ તો ચાલે બરાબર,

આ જીવનનું ગાડું,


જવાબદારી ઈચ્છા અપેક્ષા સપનાઓ આકાંક્ષાઓનો ભારવહન કરે આ ગાડું,


ક્યારેક અધ વચ્ચે અટકી જાય આ ગાડું,

મળી જાય કોઈ નો સાથ તો ફરી ચાલવા લાગે આ ગાડું,


ક્યારેક મોજ મસ્તી હસી ખુશી,

તો ક્યારેક આંખોમાં અશ્રુ અને હોઠ પર ફરિયાદ લઈને આગળ ધપે,

આ જીવનનું ગાડું,


ક્યારેક દુઃખનાં કીચડમાં ફસાઈ અધવચ્ચે રોકાઈ જાય આ ગાડું,

તો ફરી આત્મવિશ્વાસરૂપી ધક્કાથી આગળ ધપે,

આ જીવનનું ગાડું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational