Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Tragedy

4  

Prashant Subhashchandra Salunke

Tragedy

કઠપુતળી

કઠપુતળી

1 min
246

ઇચ્છાઓની બની કઠપુતળી અમસ્તા તેના કહ્યાગરા થયા,

મળી હળવાશની બેઘડી જાણ્યું નિરર્થક ત્યારે ઉજાગરા થયા.

યૌવન નશામાં બેફામ બની છીનવી, ઝુટવી મેળવતા રહ્યા,

નિ:સાસાની અગ્નિ ઘણી દાહક, જાણ્યું જયારે બળતરા થયા.

મરણાસ્તે દાનધર્મ હોમયજ્ઞ સર્વ યથાશક્તિ કર્યા,

પાપના ડુંગર જીવનભરના ત્યારે ઓછા જરાજરા થયાં.

જીવનાસ્તે સર્વે દીધા ત્યાગી, કોણ બને પાપના સહભાગી ? 

ગુમાવ્યાની વેદના ઘણી અસહ્ય, જાણ્યું જયારે કળતરા થયા.

બુઝતા નથી ને સળગી જતાંયે નથી, કોણ આપે હવા ?

જીવતેજીવ રોજ સળગાવવા નિ:સાસા જાણે અંગારા બન્યા.

કોણ કચડાય, ભીંસાય રોજ પ્રાયશ્ચિતના બોઝ તળે અહિયાં,

છોડી શ્વાસનો ભાર અમે ધરાને હળવી બનાવતા ગયાં.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy