Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Inspirational Thriller

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational Thriller

લેવો છે સન્યાસ શિવજીને

લેવો છે સન્યાસ શિવજીને

2 mins
344


લેવો છે સન્યાસ શિવજીને લેવો છે.. સન્યાસ,

શિવજી છોડી ચાલ્યા કૈલાસજી

- શિવજીને લેવો છે..


ગંગા સાથે પાર્વતીને થઈ ગઈ તકરારજી

કાર્તિક ગણેશ ગુસ્સે થયાં ને કોપી ઉઠ્યાં કિરતાર,

- શિવજીને લેવો છે..


કૈલાસવાસી કાશી આવ્યા લેવાને સન્યાસજી,

હરતાં ફરતાં પહોંચી આવ્યા ગંગાજીને ઘાટ,

– શિવજીને લેવો છે..


વાત સુણી વિષ્ણુ દોડ્યા આવ્યાં કાશી મોજારજી,

હરિને દેખી હર દોડ્યાં, ભેટ્યાં ભીડી બાથજી,

– શિવજીને લેવો છે..


પ્રભુએ પૂછ્યું ક્યાંથી પધાર્યાં? કેમ છો ભોળાનાથજી,

ગંગા, પાર્વતી, ગણેશ નંદી કેમ નથી કોઈ સાથજી?

- શિવજીને લેવો છે..


શરમાઈને શિવજી બોલ્યાં શું કહું પ્રભુ વાતજી,

સુખ નથી સંસારમાં, મારે લેવા આવ્યો સન્યાસજી,

- શિવજીને લેવો છે..


વ્હાલ કરીને વિષ્ણુ બોલ્યાં કરીને દિલડાંની વાતજી,

દુઃખ તમારૂં દૂર કરવા કરશું કૈક વિચારજી,

- શિવજીને લેવો છે..


કહે શિવજી સુણો સ્વામી મારે છે બે નારજી,

એક તો માથે ચડીને બેઠી બીજી આઘે ન જાયજી,

-શિવજીને લેવો છે..


પાર્વતીને પ્રેમ કરૂં તો ગંગા ગુસ્સે થાયજી,

જોર કરીને મારી જટાઓ ખેંચે બીજી ખેંચે રૂંડમાળજી,

– શિવજીને લેવો છે..


કાર્તિક કેરો મયુર મારો નાગને ખાવા ધાયજી,

ઉંદર ભાગે નાગને દેખી, ગણેશ ગુસ્સે થાયજી,

– શિવજીને લેવો છે..


સિંહ શૂરો પાર્વતીનો ગરજે દિવસ ને રાતજી,

મસ્તક દોલે ગણેશજીનું મારો નંદી નાસી જાયજી,

– શિવજીને લેવો છે..


કોને રીઝવું કોને વારૂં રોજની રમખાણજી,

માફ કરોને શ્રી હરિ મને અપાવો સન્યાસજી,

– શિવજીને લેવો છે..


મુખ મલકાવી બોલ્યાં વિષ્ણુ સુણો શિવજી વાતજી,

હું અને તમે બેઉ સરખા મારે પણ બે નારજી,

-શિવજીને લેવો છે..


મારાં દુઃખની વાત સાંભળો પછી કરીએ વિચારજી,

નહીંતર આપણ બન્ને લઈશું સાથે રે સન્યાસજી,

– શિવજીને લેવો છે..


બબ્બે નાર મારે છે પણ એકે ન આવે કામજી,

ઘરમાં જાઉં ત્યારે હોય ન હાજર મનમાં મુંઝવણ થાયજી,

- શિવજીને લેવો છે..


લક્ષ્મી ચંચળ, ચાલતી ફરતી ભૂદેવી ઊભી ન થાયજી,

સસરાનાં ઘરમાં રહેવું મારે કોઈને ન કહેવાયજી,

-શિવજીને લેવો છે..


ઉપરાણું લઈને મારે ઉછાળા સાગરનાં ઘરમાંયજી,

શેષનાગની શૈયા મારી ડગમગ ડોલા ખાયજી,

-શિવજીને લેવો છે..


વાહન મારો ગરૂડ એવો શેષને ખાવા ધાયજી,

એકબીજા પૂર્વનાં વેરી રોજનાં ઝગડા થાયજી,

- શિવજીને લેવો છે..


સુખ દુઃખ તો હોય સંસારે લખ્યાં લલાટજી,

દેવ આપણે દુઃખથી ડરીયાં તો માનવીનું શું થાયજી?

-શિવજીને લેવો છે..


વાત સુણી વિષ્ણુ કેરી હર હસ્યાં શિવરાયજી,

તમે પધારો ક્ષીર સાગરમાં હું જાવું કૈલાસજી,

-શિવજીને નથી લેવો ..


બન્ને દેવો પાછા વળીયા કરીને દિલડાની વાતજી,

અમુલખ દેવના દેવથી પણ છૂટ્યો નહી સંસારજી,

– શિવજીને નથી લેવો સન્યાસજી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational