Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Parmar

Comedy Inspirational

4  

Bharat Parmar

Comedy Inspirational

માળિયે માળિયે

માળિયે માળિયે

1 min
217


હોય ઊંચી હવેલી કે નાનકડું ઘર 

છે સરખી વ્યથા માળિયે માળિયે !


પત્ની ચડાવે ને બાહોશ થઈને પતિ ચડશે 

સફાઈ કરવા, ઊંડા એ માળિયે માળિયે !


હોય વરસનો કચરો કે શેપટનો થર 

ક્યારેક જોઈતી વસ્તુ મળે માળિયે માળિયે !


કરોળિયાનાં જાળાં, ગરોળીઓનાં ઈંડા

છે એ જ જીવસૃષ્ટિ માળિયે માળિયે !


પેલું ત્યાં હશે, જુઓ એ દેખાય એની નીચે 

હોય કંઈ નહીં તોય ડર લાગે માળિયે માળિયે !


કહ કરી મોઢું બાંધી, એજ પળોજણ સાફ કરી,

ફરી મૂકાય છે હતી ત્યાં માળિયે માળિયે !


યાદો પૂરાણી, રિપીટ કરે છે, જૂની કહાની 

થઈ જાય છે રિમિક્સ માળિયે માળિયે !


નવેસરથી માંડે છે, ઘર સૌ પોત-પોતાનાં,

નીચે માનવી, ઉપર જીવજંતુ માળિયે માળિયે !


વરસે ખૂલે છે ને વરસ આખું અકબંધ રહેશે 

'વાલમ' એ સઘળું જ માળિયે માળિયે !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy