Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip Parmar

Drama Children

3  

Rajdip Parmar

Drama Children

મારા સપનાંની કલ્પના

મારા સપનાંની કલ્પના

1 min
193


ત્યાં જઈને આવ્યો જ્યાંથી સપનાંની શરૂઆત થઈ હતી 

ઘણું બદલાઈ ગયું પણ ત્યાં મારા બાળપણની રમત થઈ હતી,


તે જ જોવા ગયો હતો કે ત્યાં હવે કોણ સપનાં રમે છે 

ના લખોટી ને ના અડી અડીને છુટ્ટા , પણ ત્યાં મોબાઇલ જમે છે,


હતી શાંતિ જાણે સમયને ખરીદીને બેઠા હોય 

લગાવ એટલો જાણે તેને લક્ષ્મણના રામ કહેતા હોય,


હું ક્યાં ખોવાઈ ગયો આવ્યો હતો મજા લેવા બાળપણની 

પણ અહીં આવી જોયું બાળપણ વગર મજા ઘડપણની ?


ત્યાં છોડીને ગયો જ્યાં મન શાંતિ સાથે હાથ મિલાવ્યા કરતું 

વડ નીચે બેસવું, આંખ બંધ ને બે હાથ જોડી તેને જોવાનું મન કરતું,

જેની પ્રાર્થના કરતો ના જોવા મળે તે, જે પસંદ હતું તેને બોલાયા કરતું 

હતું મન ખૂબ જ ચંચલ જેમ કે દરિયામાં પાણી ઉપર પાણી તર્યા કરતું,


આ વડ ને દરેક વખતે પેલી પાનખર હરાવી જતી 

હું તે જોઈ હસતો કે જેને પાન ન હતા તે ડાળી જીતી જતી,


પ્રાર્થનાની બંધ આંખ ખરેખર તે ઊંઘની આંખ હતી 

ખુલી આંખ ને ખબર પડી કે આ સપનાંની કલ્પના હતી.


મારા સપનાંની કલ્પના...... મારી શાળા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama