મધર લવ
મધર લવ
1 min
807
સૂરજના કિરણોમાં પણ,
ઉષ્મા જેવી વાત હોય છે ,
તે માં હોય છે,
પાનખરમાં પણ વૃક્ષના,
છાયાની ભાત હોય છે,
એવી માં હોય છે,
વાત્સલ્યની મુરતને હૂંફનો,
સંગાથ હોય,
એવી માં હોય છે,
જેમ ગુલાબને પણ
કાંટાની સંભાળ હોય છે,
એવી માં હોય છે.