Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagruti zankhana meera

Tragedy Others

4.5  

jagruti zankhana meera

Tragedy Others

ઓ મુરલીધર શ્યામ સખા

ઓ મુરલીધર શ્યામ સખા

1 min
237

ઓ મુરલીધર તું શ્યામ સખા...મારા શ્યામ સખા...!

તું કેમ આમ તરસાવે...?

હરિ કાં તું ન દર્શન આપે..?

ઓ મુરલીધર તું શ્યામ સખા...મારા શ્યામ સખા...

મથુરા માહીં, દેવકી કૂખે, કારાગૃહે જનમ્યો તું,

ગોકુળ જઈને જશોદામાનાં ખોળે જઈ ખેલ્યો તું...

ઓ રે કનૈયા, તું નંદનાં દુલારા..

મારા નટવર કા'ના કાળા...

હરિ કાં તું ન દર્શન આપે...?

ઓ મુરલીધર તું શ્યામ સખા..મારા શ્યામ સખા....

વૃંદાવને તે રાસ રચાવ્યો, વ્રજભૂમિમાં જઈ વસ્યો તું..

નાગદમન તું, ઈન્દ્રદમન તું, દેવ દમન વ્હાલા તું... 

ઓ રે મારા પ્યારા, કૃષ્ણ મુરારિ...

જો તલસે વ્રજની નારી...

હરિ કાં તું ન દર્શન આપે...!

ઓ મુરલીધર પ્રિય શ્યામ સખા...મારા શ્યામ સખા...!

કાલીય નામથી, અઘાસુરથી રક્ષણ કરનારો તું..

મુરલી બજાવી, રાસલીલાનું ઇજન દેનારો તું..

ઓ રે મારા, ધેનુચરૈયા સ્વામી..

તું રાસેશ્વર છે પ્રણામી..

હરિ કાં તું ન દર્શન આપે...!

ઓ મુરલીધર પ્રિય શ્યામ સખા...મારા શ્યામ સખા...!

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy