પંખીઓ ચડ્યા સેલ્ફીના રવાડે
પંખીઓ ચડ્યા સેલ્ફીના રવાડે
આ પંખીઓ ચડ્યા સેલ્ફીની રવાડે
ટહુકો મૂકી પડતો ચડ્યા સેલ્ફીનાં રવાડે.
મોરે લીધી કોયલ સાથે સેલ્ફી,
કોયલ મીઠી બોલી ભૂલી ચડી સેલ્ફીના રવાડે.
હંસે લીધી બગલાની સાથે સેલ્ફી,
મોતી ચરવાનું ભૂલી માછલી ખાવા લાગ્યો,
આ હંસ પણ ચડ્યો સેલ્ફીનાં રવાડે.
આ સુગરીએ લીધી ચકલી સાથે સેલ્ફી,
પોતાની કળા ભૂલી ચડી સેલ્ફીના રવાડે.
આ બાજે લીધી મરઘી સાથે સેલ્ફી,
ઊંચે ઉડવાની કળા ભૂલી ચડ્યો સેલ્ફીના રવાડે.
પોપટે લીધી કાગડા સાથે સેલ્ફી,
મીઠી બોલી ભૂલી ચડ્યો સેલ્ફીનાં રવાડે.
આ પંખીઓ બધા ચડ્યા સેલ્ફીના રવાડે,
મીઠા ટહુકા ભૂલી ચડ્યા સેલ્ફીના રવાડે.