Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VARSHA PRAJAPATI

Romance

4.5  

VARSHA PRAJAPATI

Romance

પ્રણયનું ધામ આવે છે

પ્રણયનું ધામ આવે છે

1 min
228


નયનના દ્વારે છલકાતો ખુશીનો જામ આવે છે,

અમારા હોઠ પર જ્યારે તમારું નામ આવે છે,


નથી શાયર, નથી લેખક, છતાં છે આગવી ઓળખ,

અમારી આ કલમથી આપનો પૈગામ આવે છે,


ભલે છો દૂર આંખોથી, હૃદયથી દૂર ક્યાં જાશો,

ઢળેલાં આ નયન પર પ્રેમનો ઈલજામ આવે છે,


અવરની આંખમાં વસ્યા, નથી એ વાતનું દુઃખ પણ,

અમારા આ હૃદયમાં તો તમારું ગામ આવે છે,


વહે છે રક્ત નસનસમાં છતાં સૂનકાર વ્યાપે છે,

હૃદય ભીતર ઠરેલા દર્દનો અંજામ આવે છે,


બની સીતા ના પામ્યા રામ, તો એળે ગયો અવતાર,

નથી શબરી હવે બનવું, ભલેને રામ આવે છે,


વરસસે સ્નેહની 'હેલી' હવે આ નયનથી બસ,

મારી યાદમાં તો બસ પ્રણયનું ધામ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance