Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel

Drama

3  

Rajeshri Patel

Drama

પરોઢના પંખી

પરોઢના પંખી

1 min
145


સૌથી વેલા જાગતા પરોઢીયે,

આકાશ આખું જાણે અમારું ગામ,

રહેતા અમે સૌ હળી મળીને સદા,


ના કરતા ચિંતા આવતીકાલની,

આજની ઘડી અમારે તો રળીયામણી,

ઊડતા ઊંચે ને વ્યોમમાં વિહરતા,

સાંજ પડતા જ પૂરાતાં માળામાં,


જગનાં સુખદુઃખ તમને મુબારક,

આકાશ ને ધરતી જ અમારે સુખધામ,

ડાળીએ બેસી કરતા સૌ કિલ્લોલ,

એકમેકમાં પૂરી સૂર ગાતા મીઠાં ગાન,


માનવીએ છીનવ્યા અમારા રહેઠાણ,

બનાવ્યા બધે ક્રોઁક્રીટના જંગલ,

છતાં સંગાથે મળી સૌ કરતા ઘૂઘવાટા,

સદા વહેલા જાગતા અમે પરોઢના પંખી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama