પ્રવાહ સાથે વહી ના શક્યા
પ્રવાહ સાથે વહી ના શક્યા
તમે તો ભીતરી વેદનાને શબ્દોમાં ચીતરી શક્યા,
અમે તો વેદનાને વ્યક્ત ના કરી શક્યા,
તમે તો પીડાની પોટલી છોડી,
જાતને આનંદમય બનાવી શક્યા,
અમે દુઃખોની ગાસડીને માથે લઈ ફરતા રહ્યા,
તમે તો જાતથી અળગા થઈ,
બમણા થઈ ગયા,
અમે તો આ દુનિયાની ભીડમાં અમારી જાતને ભૂલતા રહ્યા,
તમે તો સુકર્મોનાં રૂમાલથી જીવનના દર્પણનાં દાગ સાફ કરતા રહ્યા,
અમે તો જીવન દર્પણને વધારે મેલું કરતા રહ્યા,
તમે તો ગઈ કાલને ભૂલી,
સમયના પ્રવાહ સાથે વહેતા રહ્યા,
અમે તો સ્થિર બનીને જોતા રહ્યા,
જિંદગીના પ્રવાહ સાથે અમે વહી ના શક્યા.