Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Viradiya

Drama Others

3  

Nayana Viradiya

Drama Others

સગવડિયા ભક્ત

સગવડિયા ભક્ત

1 min
138


 જાણું હું તું ભાવનાનો ભૂખ્યો છો

મેવા તોય હું પકવાન ધરાવું બત્રીસ કેવા !

જાણું પૃથ્વી તણા‌ છે બેસણા તારા

તોય આસન સજાવુ હું ખુબ અનેરા !


તું છે સાદગી નો અભિલાષી મુરારી

તોય તારી મૂરત ને મેં છે શણગારી !

તને વાંસળી ગમે બહુ ગિરધારી

તોય હું ઢોલ નગારે તને જ જગાડી !


તું છે આ જગમાં સર્વ વ્યાપી ગોપાલા

તોય હું તને શોધું મંદિર મધ્યે નંદલાલા !

તું છે સર્વ જનનો વાસી અવિનાશી

તોય મંદિર માં પૂર્યા મેં તને મધૂરાશી !


તું ભક્તના પ્રેમે છે બન્યો ડાકોરવાસી

તોય મેં ધન ધર્યા તને અક્ષરવાસી !

તને ભાવે માખણ મિસરી માવજી

હું કાજુ ને કેક ધરૂ તને કાનજી !


તું માફ કરે મને મુરલીધર મેવા

હું કેવી સગવડે કરૂ તારી સેવા !


Rate this content
Log in

Similar gujarati poem from Drama