Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dikshita Shah

Romance Inspirational

4  

Dikshita Shah

Romance Inspirational

શબ્દોના રંગ

શબ્દોના રંગ

1 min
235


પંખી થઈ ઊંચા ગગનમાં ઉડે છે શબ્દોના રંગ,

સાંજના નિર્મલ પવનમાં ઝૂમે છે શબ્દોના રંગ !


સ્પર્શ એનો છે સુગંધી, હું બની લોબાન સમ,

રોજ આ ભીના બદનમાં મહેંકે છે શબ્દોના રંગ !


આંગણે "આવો પધારો, દ્વારે ટાંક્યું "લાભશુભ",

જોઈ લો મારા સદનમાં સોહે છે શબ્દોના રંગ !


નામ એનું જપતી રહું છું એને બસ ઈશ્વર ગણી,

જો રચું તો હર સ્તવનમાં સ્ફુરે છે શબ્દોના રંગ !


અવનવા નહીં બસ અઢી અક્ષર કહી દે પ્રેમના,

મૌન થઈને સૌ વચનમાં ઝુરે છે શબ્દોના રંગ!


કોરો ફાગણ,કોરો શ્રાવણ,કોરી રહી સઘળી ઋતુ,

રોજ વૈશાખી અગનમાં દાઝે છે શબ્દોના રંગ !


"વેદ"ના કે "ઉપનિષદ"ના ગ્રંથ સૌ વાંચે નહીં,

તોય શ્રદ્ધાથી હવનમાં હોમે છે શબ્દોના રંગ !


હા,ફરી પાછા મળીશું એમ કહી છૂટા પડ્યા,

ના મળ્યા તો પણ કથનમાં ગુંજે છે શબ્દોના રંગ !


કંકુવર્ણી રંગ છાંટી એણે જ્યાં ચૂમી ગઝલ,

થઈ ધુળેટી હર કવનમાં છલકે છે શબ્દોના રંગ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance