Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushal Sheth

Abstract

4  

Kaushal Sheth

Abstract

શમી જઈશું..

શમી જઈશું..

1 min
426


જિંદગી આ મળી જ છે તો જીવી જઈશું,

બનશું મોટા માણસ, નહિં તો કવિ થઈશું ..


ન મળે વાચક ન મળે પ્રશંસા તોય ચાલશે,

ન ગમ્યા કોઈને પણ ખુદને તો ગમી જઈશું,


સર ઉઠાવીને ચાલવાની આદત છે અમને,

પણ સત્ય સનાતનની પાસે નમી જઈશું,


રમત રમાડે કુદરત કે કહો એ ઉપરવાળો,

બાજી દિલોજાનથી અમે રમી જઈશું,


બે ભાગમાં વહેંચાયેલી છે જિંદગી 'સ્તબ્ધ'

કદી એ મને જીવે કદી અમે જીવી જઈશું,...


ને આખરી અંજામ પણ અજાણ્યો નથી,

આગ બની સળગશું ને રાખ બની શમી જઈશું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract