Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

3  

Pravin Mehta

Others

શ્વાસોના સંબંધ

શ્વાસોના સંબંધ

1 min
21


કોઈની મજબૂરીનો ફાયદો કદી નવ ઊઠાવતા,

નીતિ ખોટા બની કોઈનાં રૂપિયા ના ઓળવતા,


પરનારી સંગ સંબંધો બાંધી પત્ની ન તરછોડતા,

સજ્જન માણસને સલાહ કદી નવ બતાવતા,


આપણે કેટલામાં છે એ રહેજો તમે વિચારતા,

ભાણામાં માખી બણબણે તો બીજે ન ઊડાડતા,


ગોખેલું જ્ઞાન ધરાવી તમે જાતને ગુરુ ના સમજતા,

મર્યાદામાં રહો એ જ સારું, મર્યાદા નવ વટાવતા,


કોઈ રાઝ જાણતા હશે જાતને મહાન ન બતાવતા,

સહનની સીમા હોય છે, લોકોને વધુ ના સતાવતા,


કાંટાળીમાં જાવ, સીધા લોકોને કદી નવ ડરાવતા,

ગાજરની પીપુડી વાગે ત્યાં જઈ ન કદી વગાડતા,


મરદે મેદાને આવવું પાછળથી શસ્ત્ર ના ચલાવતા,

પીઠ પાછળ મારી અને જાતને યોદ્ધો ન સમજતા,


વેર વેરથી શમતું નથી રાખજો સંબંધ નિભાવતા,

નારી ગૃહલક્ષ્મી છે એમની પર ત્રાસ ના ગુજારતા,


બે પરિવારને નિભાવે તે, તમે રાખો પ્રેમ ધરાવતા,

લોકોની સાથે વરસો જુના સંબંધો ના બગાડતા,


માટીનું પણ કામ પડે છે, એ રાખો તમે વિચારતા,

ભૂખ્યાઓને જમાડીને રહેજો દુઆઓ મેળવતા,


બાળકોને કાલાવાલા કરી રહેજો તમે રમાડતા,

વિદ્યાર્થીઓને વિદ્યાદાન આપી રહેજો ભણાવતા,


હોય કોઈ બેરોજગાર રહો રોજગારી અપાવતા,

ઠાલા આવ્યા ઠાલા જવાના જાજો વાપરતા,


લેશે ઉતારી અંગ પરથી કફન ટૂકડો ઓઢાડતા,

એક ક્ષણ નહીં રાખે ઘરમાં, ઉતાવળ કરાવતા,


શ્વાસોના સંબંધો જ છે માત્ર પછી ક્યાં સંભાળતા,

માત્ર એક ફોટો મઢાવી દિવાલ ઉપર જ લગાવતા,


એક દિવસ સહુએ જવાનું ખુલ્લા હાથ બતાવતા,

"પ્રવિણ"યમદૂતો લઈ જશે જંજીરોમાં જકડતા.


Rate this content
Log in