Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

4  

Pravin Mehta

Others

સિકંદર

સિકંદર

1 min
23


આમ નિસ્તેજ બનીને નહિ આ જીવન જીવવાનું,

મુખને તેજસ્વી બનાવીને મુખડું હસતું રાખવાનું.


બોલવાનું મફતમાં છે તો ગમે તેમ નહિ બોલવાનું,

સમાજની સાથે વસવું તો સારું વર્તન રાખવાનું.


સિકંદર બની ગમે ત્યાં રણસંગ્રામે નહિ ચઢવાનું,

ધ્યાન રાખવું ક્યાંક પોરસને પણ થશે લડવાનું.


વાણી, વર્તન, સારા રાખી સમાજમાં ભળવાનું,

મૂછના વળ ના ચઢાવ સવાશેર કોઈ મળવાનું.


સીંદરી બળે વળ ના છોડે ભલે થાય બળવાનું,

અરે પામર પ્રાણી કોઈનું લૂંટી શું પેટ ભરવાનું.


નીતિનું હોય કે અનીતિનું બધું અહિ છોડવાનું,

પોઢાડશે નનામીમાં અને ખુલ્લા હાથે ફરવાનું.


ખૂબ વલખાં માર્યા જીવનમાં અંતે થયું મૂકવાનું,

રાજા હોય કે પછી રંક સૌને મોત સામે ઝૂકવાનું.


બસ આ જ જીવન સર્જન પછી શૂન્ય બનવાનું,

પાંચ દહાડા છાતી ફૂટી પછી નહિ કોઈ રડવાનું.


Rate this content
Log in