Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0.8  

Zaverchand Meghani

Classics

તારાં પાતકને સંભાર !

તારાં પાતકને સંભાર !

1 min
287


તારાં પાતકને સંભાર મોરી મા !

રે હિન્દ મોરી મા !


પોતાના પાપભારે પોતે તું ચેપાણી

એવી કાળજૂની જુલમકમાણી હો મા !

રે હિન્દ મોરી મા !


પરને પટકીને નીચાં ઊંચી તું કે'વાણી !

આખર અંગે અંગે આપેથી છેદાણી હો મા !

રે હિન્દ મોરી મા !


તારે મંદિરિયે આજ કોનાં ચાલે શાસન,

જો જો દેવ કે અસૂરનાં એ આસન હો મા !

રે હિન્દ મોરી મા !


આભામંડળ લગ એનાં શિખર ખેંચાણાં,

એના પાયામાં તુજ છોરૂડાં ઓરાણાં હો મા !

રે હિન્દ મોરી મા !


પાયા હેઠળથી આજે હાહાકાર જાગે,

ભૂખી ધરતી નવલા ભોગ ભારી માગે હો મા !

રે હિન્દ મોરી મા !


તારો ધૂરીધર આજે સમાધ ગળાવે,

તારા ઈશ્વરને આહુતિ એવી ભાવે જો મા !

રે હિન્દ મોમારી મા ! ૨૦


તારા દેવળના ઘોર ઘુમ્મટ ઊંચા તૂટે,

જેને છુદ્યાં'તાં તે જાગી તુજને લૂંટે હો મા !

રે હિન્દ મોરી મા !


સાંભળ સાંભળ હો બહેરી ! ભાવિના ભણકાર;

તારા ભોગળ-ભીડ્યા ભાંગે ઠાકરદ્વારા હો મા !

રે હિન્દ મોરી મા !


એની ચિરાડે જોતો અવધૂ એક ઝૂરે,

અંદર પોતાનાં શોણિત ને હાડ પૂરે હો મા !

રે હિન્દ મોરી મા !


એ રે પૂરણહારાને પૃથ્વી કેમ ખોશે,

ભૂંડી ! એ મરશે તો જીવન કોનાં રે'શે હો મા !

રે હિન્દ મોરી મા !


તારાં પાતકને સંભાર મોરી મા !

રે હિન્દ મોરી મા !


Rate this content
Log in

Similar gujarati poem from Classics