mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  ( ભાગ : ૧૨ )

આત્મસાત  ( ભાગ : ૧૨ )

5 mins
372


વકીલના હાથમાં લાલ રંગની ડાયરી નિહાળતા હું મનોમન અકળાયો. હવે ફરીથી મારે આ ડાયરીની અંદર હાજર નિમ્ન કક્ષાના સાહિત્યમાંથી પસાર થવું પડશે. પરંતુ એ સિવાય કોઈ છૂટકો પણ ન હતો. મારી મજબૂરી હતી. મને વકીલની મદદની જરૂર હતી. પેલું કહેવાય છે ને કે 'વક્ત આને પે ગધેકો ભી બાપ બનાના પડતા હે. ' કંઈક એમ જ. ગરમ ચાની ચૂસ્કી માણતા મેં ચાની લારીની ચારે તરફ એક નજર ફેરવી. સાંજના સમયે ત્યાં ભીડ ઓછી હતી. જેટલા પણ લોકો હાજર હતા એ બધા મારા અને વકીલથી એટલા અંતરે હતા કે અમારી વચ્ચે થનારો વાર્તાલાપ ફક્ત અમારી બે વચ્ચે જ સુરક્ષિત રહી શકે. એ વિચારી મનમાં હાશકરો થયો. આમ છતાં કોઈ સાંભળી ન શકે એની તકેદારી સેવતા મેં અત્યંત મંદ સ્વરમાં લગભગ વકીલના કાન નજીક પહોંચી ધીમેથી કહ્યું,

"મુજે તુકારામસે મીલના હે."

એના હાથમાંનો ચાનો ગ્લાસ મોઢા સુધી પહોંચતા અર્ધા માર્ગે જ અટકી ગયો. પહોળી આંખે મને હેરતભરી નજરે એ એવી રીતે તાકી રહ્યો જાણે મારા શબ્દો પર એને વિશ્વાસ ન બેઠો હોય. એની મૂંઝવણ ભરેલી આંખોમાં એકજોડે હજાર પ્રશ્નોનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. જેનો લાવા મારી નજરને દઝાડવા લાગ્યો. પણ સદ્દભાગ્યે એ હજારો પ્રશ્નોમાંથી ફક્ત એક જ પ્રશ્ન મારા સુધી પહોંચ્યો.

"આપ તુકારામસે ક્યોં મીલના ચાહતે હે ?"

હું જાણતો જ હતો. વકીલ જોડે વાત કરવી કે એની મદદ માંગવી એ પેલા ભોળા, સીધા સાદા ડ્રાઈવર શ્યામ જોડે વાત કરવા જેટલું કે એની મદદ માંગવા જેટલું સહેલું તો ન જ હશે. આખરે વકીલ તર્ક અને નિયમોનો વિદ્યાર્થી હતો. પ્રશ્નો અને દલીલો એના વ્યવસાયમાં જ નહીં, એના લોહીમાં પણ વહેતા હતા. શા માટે, ક્યારે, કોને, ક્યાં, કોણે, કેવું, કોણ... અંગ્રેજી ભાષાના ડબ્લ્યુ એચ શબ્દોથી શરૂ થતા વ્હાય, વ્હોટ, વ્હેર, હુ, વેન, વિચ ...દરેક પ્રશ્નોમાંથી પસાર થઈએ ત્યારે જઈને એક લૉના વિદ્યાર્થી જોડે તાલમેલ બેસાડી શકાય. એ ચાલાક બુદ્ધિ સામે મેં ચહેરા ઉપરના હાવભાવો બની શકે એટલા આરામદાયક અને સામાન્ય દેખાડવાનો પ્રયાસ કર્યો.

"મેં અવિનાશકી બીવીસે મિલા થા. ઉનકી હાલત દેખી નહીં ગઈ. સારી રાત નીંદ નહીં આયી..."

'રાત' શબ્દ પ્રયોજતા જ મોઢામાંથી થુંક અન્નનળીમાં સરક્યું. મારા લમણાં પર તકાયેલી રિવોલ્વર અને દબાયેલા ટ્રિગરવાળું દ્રશ્ય આંખો આગળ તરી આવ્યું. મારા હાથની આંગળીઓમાં પરસેવો છૂટી ગયો. જો શૉટ મિસ ન થયો હોત તો ... મારા અવાજમાં અંદર ચાલી રહેલું મનોયુદ્ધ ન જીલાય એની સૂક્ષ્મ તકેદારી સેવતા મેં વિરામ લીધા વિના વાત આગળ વધારી."...બસ એક હી સવાલ મનમેં ઘુમતા રહા. તુકારામને અવિનાશકી હત્યા ક્યોં કી ? ઉસ્સે ઉસે ક્યા હાસિલ હો સકતા હે ? ઇટ્સ રિયલી એબ્સર્ડ ! મુજે લગતા હે તુકારામ બેકસૂર હે. હત્યા કિસી ઔરને કી હે. ઉસે ફસાયા ગયા હે. વો કિસી ઔરકા ગુનાહ અપને સર ક્યોં લે રહા હે ?"

મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી એણે ચાની એક ઊંડી ચૂસ્કી લીધી. એનું માથું સહમતીમાં ધુણ્યું.

"યે સવાલ તો સભીકે મનમેં ચલ રહે હે. તુકારામ કી અપને માલીક અવિનાશકી તરફકી વફાદારીકા ગવાહ તો ઇસ હિલસ્ટેશનકા હર આદમી હે. અગર ખૂન તુકારામ ને નહીં કીયા તો ફીર કીસને કીયા ? યા ફીર કીસીકે ઇશારેપે યે ગુનાહ હુઆ હે ? સવાલ તો કઈં ઉઠતે હે. લેકીન ઈન સબ સવાલોકા અબ કોઈ મતલબ નહીં બચતા. તુકારામ ખુદ ગુનાહ કુબૂલ કર ચુકા હે. મેં ખુદ તુકારામ કા કેસ લડના ચાહતા થા. મેરે કરીઅર કે લીયે યે કેસ એક ટર્નિંગ પોઇન્ટ બન સકતા થા. લેકીન જબ ઉસને ખુદ હી ...ધેર ઇઝ નો પોઇન્ટ ટુ ફાઇટ ફોર."

પોતાના હાથમાં થામેલી લાલ ડાયરી પર એણે નિસાસા જોડે એક થપાટ મારી. ચાનો ખાલી ગ્લાસ એના હાથમાંથી બાંકડા પર એક તરફ ગોઠવાઈ ગયો. આકાશમાં ઝળહળી રહેલો સૂર્ય ધીમે ધીમે પર્વતોની હારમાળા વચ્ચે ડૂબી જવા નીચે તરફ ગતિ કરી રહ્યો હતો. મારી બાકી વધેલી ચા હું એક જ ઘૂંટમાં ગટગટાવી ગયો. ખાલી ગ્લાસ બાંકડા પર ગોઠવી મેં હાર માન્યા વિના હજી એક પ્રયાસ કરી જોયો.

"તુકારામ સે બાત કરકે શાયદ કુછ ..."

મારા અર્ધા વાક્ય વચ્ચે જ એણે વ્યવસાયિક અનુભવ દર્શાવતા ખૂબ જ આત્મવિશ્વાસ જોડે માથું નકારમાં ધુણાવી દીધું.

"કોઈ ફર્ક નહીં પડેગા. અગર તુકારામ કો કુછ બતાના હી હોતા તો ઉસને પુલીસ કસ્ટડીમેં હી બતા દીયા હોતા. જો બાત પુલીસ બહાર નહીં લા પાયી વો સીર્ફ હમારે બાત કરનેસે કભી બહાર નહીં આયેગી. ઇટ્સ એ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. તુકારામસે બાત કરનેસે કુછ નહીં હોગા. ઇટ્સ એ ક્લિયર મર્ડર કેસ. મુજરિમ ખુદ ગુનાહ કુબૂલ કર ચૂકા હે. સારે સબૂત ઉસીકે ખિલાફ હે. અગર કોઈ ઠોસ સબૂત હાથ લગ જાયે તભી કોઈ ચમત્કાર હો સકતા હે. અધરવાઇઝ ઇટ્સ એ ક્લોઝડ કેસ ફોરએવર."

મારી બધીજ આશાઓ ઉપર વકીલે ઠંડા કલેજે પાણી રેડી દીધું. તુકારામ પર જ એક અંતિમ આશ બચી હતી. કદાચ એની જોડે વાત કરી, એને લાગણીવશ કરાવી કંઈક કરી શકાય. પણ...

"સર, આપ બુરા ન માને તો એક બાત કહું ?"મારા ચહેરા પરની હતાશાની રેખાઓ નિહાળી ચોક્કસ આ પ્રશ્ન એને સ્ફૂર્યો હતો. મારી મૌન આંખોમાં એને નિઃશબ્દ પરવાનગી મળી ગઈ.

"આપ યહાં અપની કિતાબ કે લીયે આયે હો. ઇસ ઝમેલેમેં મત પડીયે. વેસે ભી આપ યહાંસે કુછ દીનોમે ચલે જાઓગે તો યેહ સબ સવાલ ભી મનસે નિકલ જાયેંગે. આપ અપના વક્ત બરબાદ મત કરીયે. આઈ થીન્ક ધેટ યુ શુડ ફોકસ ઓન્લી ઓન યૉર રાઇટિંગ."

વકીલને તુકારામના કેસમાં મારા રસ રુચિ અંગે કોઈ શંકા ન ઉપજે એ માટે એ વિષય પર એની જોડે આગળ વાત ન વધારવામાં જ મારી ભલાઈ હતી. એની સલાહ ખૂબ જ કામની હોય એવી ગંભીરતાના બનાવટી હાવભાવો જોડે મેં એની તરફ એક ઔપચારિક સ્મિત આપી હકારમાં ધીમેથી માથું ધુણાવી દીધું. વાર્તાલાપને અંતે પોતાની વાત અગ્રેસર રહી એ વાતના સંતોષ જોડે એણે ધીમે રહી હાથ આગળ વધાર્યો. મારી આંખો હેરતથી ચળકી.

"યે કુછ નઈ કવિતાંયે લીખી થી. આપ જરા પઢકર ..."

ઓહ નો ! મારા મનમાં અકળામણનો અણુવિસ્ફોટ થયો. મારું કામ જે એની પાસે કઢાવવાનું હતું એ તો થયું નહીં. ઉપરથી આ વધારાની ઝંઝટ માથે પડી એ જુદી.

"યસ, સ્યોર. વાઈ નોટ ? ઇટ્સ માય પ્લેઝર."

મારા ચહેરા પર ફરકી રહેલા યાંત્રિક સ્મિતને મારા અંતરની ખુશી સમજતા વકીલનું શરીર ઉત્સાહ અને આનંદનો ઉત્સવ ઉજવતું બાંકડો છોડી ઉભું થઇ ગયું. મને મારી એકલતા જોડે પાછળ છોડી એ આગળ વધી ગયો. એનું શરીર નજરથી અદ્રશ્ય થયું ત્યારે સૂર્ય પણ ક્ષિતિજ રેખાની અંદર અદ્રશ્ય થઇ ગયો હતો. એ ડૂબી ગયેલા સૂર્યએ પાછળ છોડેલા અંધકારમાં મારા ચહેરા જોડે મારું મન પણ હતાશ બની ડૂબી રહ્યું હતું. એ જ ક્ષણે મારો સાઇલેન્ટ મોડ પર રાખેલો મોબાઈલ અચાનક વાઈબ્રેટ થયો.. શ્યામનો કોલ હતો. આ સમયે ? મેં શીઘ્ર કોલ ઉપાડ્યો. શ્યામે આપેલી માહિતીથી હું દંગ રહી ગયો.

"વ્હોટ ??? કબ ???"

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Crime