Kalpesh Patel

Drama Romance Tragedy

5.0  

Kalpesh Patel

Drama Romance Tragedy

અજર

અજર

7 mins
2.8K


''ત્યારે પણ આ ગુલમહોરનું ઝાડ લીલૂછમ હતું. એની છાયામાં બેસી અમે ઘણાં ગુલમહોરના ખાટાં ફૂલ ખાધાં છે. સાંજે એ પાછો ફરે ત્યારથી મોડી રાત સુધી અમે સાથે ને સાથે જ રહેતાં કોકવાર એકબીજાને ઘેર જમતા પણ ખરા.કામદાર કાકાના મા પણ એક વ્હાલની વાદળી સમાન સ્નેહાળ હતા, કઈ વાર મારી સ્કૂલની ફીના પૈસા તેઓએ આપ્યા હતા, તો તેઓના ઘરના અથાણાં તો મારા મા જ બનાવતા.આવો હતો અમારો અજબ, અજર સાથ, કોઈપણ જાતના પરિમાણ વિનાનો સ્નેહ-સંબંધ હતો.

સમય અને આકાંક્ષાના ઝોકે અમારી જિંદગીની એ લીલી કુંજર લાગણીઓની માળાના તમામ મણકા વિખેરી નાંખ્યા હોવા છતાં, આજે પણ એ સાથની સુગંધ હજી મારા હૈયામાંથી નથી ગઈ. દર્શ આજે ક્યાં છે એની મને કંઈ ખબર નથી. એને તો શાયદ હવે હું યાદ પણ નહીં હોઉં. જેવી રીતે આ ગુલમહોરના ઝાડના થડિયા પર અમારા બાળપણ વખતે "દ" કોમન રાખી "દર્શ" અને "દર્શી"નો કોતરેલો ત્રિકોણ ઝાંખો પડ્યો છે, પણ મારા મનની દિવાલ પર તો એ કોતરામણ આજે ય એટલું જ તાજું છે.''

તું પણ ખરી છે જરા બેંતાલા ચડાવ, અને જો તો ખરી દર્શુ ! આ રહ્યું એ તારું મરોડદાર કોતરામણ, દર્શ-દર્શી ! ...''નથી ઝાંખો પડ્યો કે ભૂંસાયો આપણે રચેલો ત્રિકોણ ! દર્શ આવીને કાનમાં બોલી ગયો... એવો આભાસ થયો... '' અને વર્ષો પહેલાંના એ કોતરામણને એટલું જ તાજું જોઈને એના પર હાથ ફેરવતાં દર્શીની આંખો આંસુ અને આશ્ચર્યથી છલકાઈ ગઈ.

દર્શી મનોમન બબડતી હતી,…

"આ મલાડમાં એ થોડુક વધુ રોકાયો હોત તો ?" સંસાર પથનો પણ સાથીદાર બનાવેત. જતાં આવતા સ્ટેશન પાસેના ગુલમહોરના ઝાડ નીચે બેસીને નામોના કોતરામણને તાજું કરી એના પર પોતાની દ્રષ્ટિ પાથરતા દર્શ ને મળી પોતાના દિલની વાત કહી શકી હોત.

આ મલાડ અને હું, બંને એક સાથે વણાયેલા, ઓતપ્રોત થયેલા,વિનંતીનો બપોરે ફોન આવ્યો કે તે તેના મિત્ર અને તેના દાદીને લઈ આવી રહી છે , અને મારી જિંદગીમાં ફરી ભૂચાળ ઉમટ્યો હતો, શું મારી દીકરી પણ, મને છોડી જતી રહેશે....દર્શી પોતાના વિચારોમાં તલ્લીન હતી.મહેમાનનો આવવાનો સમય થયો હોવાનું પણ તેને ભાન રહ્યું નહતું. અને મનસપટલ પર ફટ ફટ છેલ્લા કેટલાય વરસોની રિલ રિવાઇન્ડ થઈ. મનના ઘોડાનો ગુબાર શમે એ પહેલાં તો, તેની એકમાત્ર દીકરી વિનંતી પાસે આવી ચૂકી હતી. દર્શીની સાથે કોઈ યુવાન અને એક જાજરમાન મહિલા સ્ટેશનમાંથી બહાર આવી રહ્યા હતા..

વિનંતી અને વિશાલ બંને એક જ હોસ્પિટલમાં આર.એમ.ઓ. હતા. વિનંતીના હસમુખા સ્વભાવે તેને હોસ્પિટલમાં પ્રિય બનાવી દીધી હતી. સમય જતાં વિનંતી પણ વિશાલથી આકર્ષાઇ હતી અને વિશાલ સાથે તેણે મૈત્રી બાંધી. જોતજોતામાં બંનેની મૈત્રી પ્રેમમાં પલટાઇ ગઇ હતી. કોલેજના દિવસો દરમિયાન વિનંતી કોલેજની બધી ઈતર પ્રવૃત્તિમાં તે આગળ પડતો ભાગ લેતી હતી. છોકરાઓ તેની સાથે મૈત્રી બાંધવા મરી છૂટતા હતા. પરંતુ તે કોઇ પ્રત્યે એટલો ગંભીર નહોતી. પ્રેમ-વેમના ચક્કરમાં મારે પડવું નથી. એવો તેનો નિશ્ચય વિશાલના સમાર્કમાં આવ્યા પછી પડી ભાંગ્યો.

એક જ ડિપાર્ટમેન્ટમાં હોવાને કારણે બંને એક સાથે જ નીકળતા. વિશાલ પાસે સ્કુટર હોવાને કારણે તે વિનંતીના ઘરે આવી બાહર તેની રાહ જોતો ઊભો રહેતો. વિશાલ મૂંબઈમાં તેની દાદી પાસે રહીને ભણતો હતો. મૂડી કરતાં વ્યાજ વહાલું, તે ન્યાયે, દાદી નો વિશાલ ઉપટ અનહદ પ્રેમ હતો. વિશાલ માતપિતા એક હવાઈ દુર્ઘટનામાં ગુજારી ગયેલા હતા. વિશાલના દાદા એક સફળ બિઝનેસમેન હતા. પૈસે ટકે સુખી હતા. ઘરે બે-ત્રણ ગાડીઓ હતી. આથી દર રવિવારે વિશાલ અને વિનંતી ગાડી લઇને લોંગ ડ્રાઇવ પર નીકળી પડતા. બંનેને એકબીજાની કંપની ગમતી હતી. બંનેનો સ્વભાવ મળતો આવતો હતો. હોસ્પિટલના તેમના સાથીઓ તેમજ મિત્રોને આ બંને એક દિવસ જરૂર લગ્ન કરશે એવી ખાતરી હતી. આ કારણે કોઇ પણ સમારંભનું આમંત્રણ તેમને એક સાથે જ આપવામાં આવતું હતું.

વિશાલના દાદાની નજરે આ બંને પ્રેમી પંખિડા ચડી ગયા અને તેઓએ આ બંનેને અલ્ટીમેટમ આપ્યું આથી બંને ચિંતિત હતા. કારણ કે વિનંતીએ હજી તેની મમ્મીને પોતાના પ્રેમ અંગે કઈ કીધું નહતું.

આ જગતમાં મારી મમ્મી માટે મલાડ અને હું સર્વસ્વ રહેલ છે "હું હજુ સ્કૂલમાં હતી ત્યારે મારા પપ્પા અમને નિરાધાર છોડી એક માંદગીમાં મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી મમ્મીએ જ મને ભણાવી ગણાવી મેડિકલ કોલેજમાં એડમિશન યોગ્ય બનાવી. આજે હું આ સ્થિતિ પર મારી મમ્મીની મહેનતને કારણે જ પહોંચી છું. પેટે પાટા બાંધીને તેણે મને ભણાવી છે. મમ્મીની પણ તબિયત નરમગરમ ચાલે છે. તે કોઈ સંજોગોમાં મલાડ અને મને છોડવા હરગિજ તૈયાર ના પણ થાય ! મે ખાલી એક ફોરમલ પત્ર લખ્યો છે, હજુ મારે આપણા સબંધ અંગે તેની પાસે વિગતવાર ઘટસ્ફોટ કરવાનો બાકી છે. હું ડરૂ છું કેવી રીતે તેને હેન્ડલ કરૂ." વિનંતીએ ફોડ પાડીને પોતાની મજબૂરી વિશાલ સમક્ષ રજુ કરી.

મે તને મારી તકલીફ જણાવી દીધી છે. ન કરે નારાયણ ને, મારા મમ્મી ના પાડે તો હું કદાચ તેની ઉપરવટ નહીં જઈશકું તેવા સંજોગોમાં, કાલ ઉઠીને, મારી મામીની મરજી અનુસાર, હું બીજે પરણી જાઉં તો તું મારા પર વિશ્વાસઘાત કર્યાનો આરોપ ન લગાડતો."

"વિનંતી, આ બધો નિયતિનો ખેલ છે. જન્મ, મરણ અને લગ્ન ઉપરથી જ લખાઇને આવે છે. આપણે આમાં કંઇ કરી શકતા નથી. આપણા જન્મ સાથે જ આપણું નસીબ વિધાતા લખીને જ મોકલે છે. આપણે તો ઉપરવાળાના ઇશારે જ નાચવાનું છે. આપણે તો માત્ર કઠપુતળીઓ જ છીએ. દોરી ઇશ્વરના હાથમાં છે. આપણે તો બસ તે નચાવે એમ નાચવાનું જ છે."

"એ બધું જાણું છું વિશાલ. પણ મારી માતાને કેવી રીતે સમજાવું. વિધિના ખેલ પણ જો આજે હું તેને મારા નવા લીધેલા ફ્લેટની ચાવી આપવાની હતી, તે શું સમજશે કે આ દોણી આપી કડલા કાઢવી નાખ્યા..તું ઘર જમાઈ તો હરગિજ નહીં બને અને એ સંજોગોમાં માને હવે ની જિંદગી એકલા વીતાવી પડશે. વિનંતીએ તેના મનની મજબૂરી જણાવી દીધી હતી."

હું કોઈ દેવ નથી, પણ તારી અને તારી માતાની કાળજી સ્થાન લઇ શકવા યોગ્ય છું. એ વાત તો તું પણ સમજે છે. તો તારી મમ્મી આપણી સાથે રહેવા તૈયાર હોય તો મારા ઘરના અને દિલના દરવાજા તેઓ માટે માટે ખુલ્લા છે. આ રવિવારે સાંજે, તું હું અને મારા દાદી મલાડ સ્ટેશને જઈશું, ત્યારે તારી મમ્મીને ત્યાં બોલાવી લેજે, બાકીની બાજી હું સંભળી લઇશ.

"જઈશું આપણે છાયા બની ગુલમહોરની, અડીખમ ઉભો રહીશ, દર્શી કોઈ નહીં શકે હવે પતજર કેવી. રહીશું આપણે બંને શાખ બની આજીવન તેઑના આશીર્વાદથી "

તેણે વિનંતીનો હાથ પકડી તેને પોતા તરફ ખેંચી અને એક નવા જીવનની પ્રભાતને આવકારતું એક ચુંબન તેના હોઠો પર ચોડી દીધું.

પણ વિશાલ આપણે ડેમુંમાં અને મલાડ સ્ટેશને જ કેમ ?,

અરે વિનંતી જેમ તારે તારી મમ્મીની આણ છે તેમ મારે માંરા દાદીની આણ છે , તે આપણે માનવું જ રહ્યું ... તેમનો હુકમ કે બસ,  ટ્રેનમાં જઈશું, એટ્લે જનાબ પાસે કોઈ બીજો વિકલ્પ નથી

સ્ટેશનના દરવાજો પસાર કરી એક સહેજ ઊંચા યુવાને દર્શી પાસે આવી નીચા નમી તેના ચરણસ્પર્શ કર્યા અને સામે ઉભોરહયો ગોઠવેલ.

એ યુવાનને દર્શી સાવ ચોંકી ગઈ. એને લાગ્યું કે તેનું હૃદય એકાદ-બે ધબકારા ચૂકી ગયું. જાણે ખૂલી આંખે એ કોઈ શમણું જોઈ રહી નથીને …એ જ ખાડા વાળી ચિબુક… હસે ત્યારે પડતા એ નાના નાના ખંજનો.. એ જ સહેજ લાંબું પણ નકશીદાર નાક… અને સુંદર વાંકડિયા વાળ … જાણે દર્શ મારા મનમાંથી…અને મારા વિચારોના વનમાંથી આવીને સીધો સામે ઉભોરહી ગયો હતો…અને દર્શીના શ્વાસો-શ્વાસની ગતિ તેજ થઈ રહી હતી.

મોમ હી ઈજ ડૉક્ટર…વિશાલ.., કો સ્ટુડન્ટ વિથ મી !' અને પાછળ આવી રહેલ એક મહિલાને ઉદ્દેશી વિનંતી ઉત્સાહથી બોલી, એન્ડ શી ઈજ હિઝ મધર... વધારે એમની ઓળખ કરાવતા કહે તે પહેલા.હાથની ઇશારો કરી, દર્શીએ એને બોલતા અટકાવી અને જાણે અવકાશમાં નિહાળી ગેબી અવાજે તે એકાએક બોલી ઉઠી, 'મિસીસ કામદાર …!!'

હવે ચોંકી જવાનો વારો હતો વિનંતી … અને ડોક્ટર વિશાલનો…પણ ! બન્ને સાવ અવાક…!! સાવ સ્તબ્ધ…!!

એ બન્ને કંઈ સમજે વિચારે તે પહેલાં દર્શી, ગુલમહોરના ઝાનીચેની બેન્ચ પરથી યંત્રવત્ ઊભી થઈ. જાણે કોઈ વશીકરણ હેઠળ ડગલા ભરટી હોઉ એમ તેને, વિશાલના વિશાળ ભાલપ્રદેશ પર એક પ્રેમાળ ચુંબન કર્યું. એના મજબૂત બાવડાં પકડી ક્યાંય સુધી જકડી રાખ્યો અને તે તેના થકી દર્શ ની ધડકનો સાંભળવા હવાતિયા મારી રહી હતી, સાથે બંને આંખો વહેતી હતી. પરંતુ ચહેરા એક પર અપાર તૃપ્તિ સાથે દિવ્ય હાસ્ય હતું !

શું થઈ રહ્યું છે…શા માટે થઈ રહ્યું છે…તે કેમ આટલી સેન્ટિમેન્ટ થઈ રહી છું તેમાં …વિનતીને કંઈ સમજ પડતી ન્હોતી. પરંતુ ડોક્ટર વિશાલના દાદીની પણ હાલત સામાન્ય હતી. જે કંઈ બની રહ્યું હતું એ ડોક્ટર વિશાલના સમજ બહારનું હતું. ડોકટર વિશાલે દર્શીને સહેજ ઢંઢોળી.. એણે આંસુંઓ લુંછ્યા. અને તે વાસ્તવિક વર્તમાનમાં આવી. વિનંતી 'દાદી કહેતા એકદમ નજદીક તેમની નજીક સરકી આવી, એણે પૂછ્યું,, હાઉ ડુ યુ નો ઈચ અધર.? '

લીવ ઈટ, ઈટ માઇટબી અ લોંગ ટુ ડિસક્રાઈબ, 'સાચા પ્યારનો હંમેશ વિજય થાય છે. સામના પ્રવાહો તો ખારથી વિમુખ રહી 'અજર' હોય છે ! મને લાગે છે કે અહી ઇતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે…હિસ્ટ્રી રિપીટ્સ..!' તેમણે મનોમન બબડતા વિનંતીનો પંજો પોતાના ખોળામાં લઈ હાથથી પસવારતા પસવારતા …. વિશાલનો પંજો પણ બીજા હાથેથી પ્રેમથી પકડ્યો અને તે બંનેના હાથ એમનાં હાથમાં મૂકી એના પર પોતાના બન્ને પંજા મૂકી તેઓ ફરી બોલી ઉઠ્યા, 'હિસ્ટ્રી રિપીટ્સ ઈટ સેલ્ફ!! દર્શી, હું તમારી લાડકી વિન્ંતિની આંખોમાં પ્રેમની ઉષ્મા જોઈ રહી છું…મારા વિશાલની જિંદગીમાં વસંત લાવી પ્યારના ગુલમહોરનો પમરાટ માણી રહી છું. તમારી મંજૂરી હોય તો બંને છોકરાઓની મિત્રતાને, ચાલો આપણે એક એવા અજર સબંધના તંતુએ વણી લઈએ જેથી તમે મારા વેવાણ નહીં અને હું તમારી વેવાણ નહીં...એક કુટુંબી બનીશું.પોતાનું કામ આસાન થયેલું ભળી વિશાલ તેની દાદીને ભેટી પડ્યો.

મિસીસ કામદારની વાત સાંભળી, દર્શી વિશાલ તરફ જોતાં બોલી ઉઠી...શું બેટા, તારા નયનોમાં પણ વિનંતી પ્રત્યેનો પ્રેમ પાંગરતો નિહાળી રહી છું. ઑ તમે બંને મને વચન આપો કે તમે બન્ને કદી ય જુદા થશો નહિ. અલગ થશો નહિ ! કમ વ્હોટ મે…!! યુ આર મેઈડ ફોર ઈચ અધર…ફોર એવર…એંડ એવર…એંડ એવર…! ગીવ મી એ પ્રૉમિસ…!!' મંજૂરીની મહોર મળી જતા…'ઓહ…મોમ્..!!' વિનંતીએ સહેજ શરમાઈને તેણે દર્શીના ખભા ઉપર એનું મસ્તક પ્યારથી નમાવી દીધું. એજ ગુલમહોરની છાંયમાં દર્શીએ પ્યારથી તેનું માથું સુંઘ્યું

આટલો સમય ખામોશ રહેલા મિસીસ કામદારે, ભાવુક બનેલા વિશાલને છાતીએ અળગો કર્યો. તેઓએ તેમની હૅન્ડ બેગમાંથી જૂજ ફોટા અને કાગળોનું કવર દર્શીના હાથમાં આપ્યું, અને બીજા હાથે ગુલમહોરના થડ ઉપર તેમના દીકરાના અંકિત થયેલા નામ ઉપર હાથ ફેરવી દર્શે પ્રગટાવેલી પ્રેમની 'અજર' સુરખી મહેસુસ કરી, મનોમન દર્શને યાદ કર્યો. મિસીસ કામદારના ચહેરા ઉપર એક વડીલે ઋણ અદા કર્યાનો સંતોષ લહેરાતો હતો, તે 'દર્શી'ની નજરથી છુપાઈ નહતો શક્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Drama