Hetshri Keyur

Horror

3.4  

Hetshri Keyur

Horror

અતૃપ્ત આત્મા

અતૃપ્ત આત્મા

5 mins
778


શેરી માં બધા બેઠા હતાં ખુરશી નાખી ને વાતો કરતા હતાં,એવામાં ધૂળ ની ડમરી ઉડવા લાગી અને ખુબજ પવન નાં સૂસવાટા નાં અવાજ આવવા લાગ્યા,જોત જોતા માં આખા વિસ્તારમાં ભયાનક શાંતિ છવાઈ ગઈ ડમરી બેસી ગઈ બધા ને થયું થોડું કૈક પવન જેવું આવ્યું હશે વાતો કરવા લાગ્યા અને સમય થયે પોતાના ઘરમાં જવા લાગ્યા એવામાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો બધા દોડી ઘરમાં ચાલ્યા ગયા. અચાનક વરસાદ ધીમો પડી ગયો,પરંતુ ધીમા ધીમા ધોરિયાનાં અવાજ વચ્ચે બંગડી ખણકવાનો અવાજ આવ્યો, નાનકડો ઋત્વિજ દોડી બહાર ફળિયામાં ગયો જોયું તો કોઈજ હતું નહિ.

રસોડામાં મા પાસે જઈ બોલ્યો "મમ્મા તે બંગડી નો અવાજ સાંભળ્યો હમણાં ! હું છેને અવાજ આવ્યો તો બહાર ગયો તો કોઈજ નાં હતું બોલ !"કહી માં સામે જોવા લાગ્યો..બધાાજ માતા એ ઋત્વિજ બાળ સહજ બોલે છે માની સમજાવી સુવડાવી દીધો, રાતના ૨ વાગ્યા હતાં શેરીમાં વરસાદ ને કારણે પાણી ભરાયુ હતું દેડકા બોલવાના અવાજ આવતા હતાં,ઋત્વિજ ની માતા પાણી પીવા માટે ઊઠી નીચે રસોડામાં ગઈ ત્યાં બારણું ખખડ્યું,રાતના ૨ વાગે કોણ આવ્યું હશે વિચારી એના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો શાંતિમાં ગ્લાસ પાડવાના મોટા અવાજ વચ્ચે કોઈ બહેનનો બાળકનું જોડકણું ગાવાનો અવાજ આવવા લાગ્યો એ પણ રડતા રડતા ! ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર અને વીજળી નાં કડાકા થવા લાગ્યા ખુબજ સાંબેલા ધારે વરસાદ પડવા લાગ્યો ખુબજ ડરી ગયેલ ઊર્મિલા દોડી પોતાના પતિ ને ઉઠાડવા ગઈ. એવામાં ઘરમાં રહેલ લેન્ડ લાઈન વાગી ભીંત પકડી પકડી ઊર્મિલા પાછી નીચે ઉતરી ફોન લેવા ફોનમાં પડોશમાં રહેતા ઉજાસ ભાઈ હતાં બોલ્યા બહેન ચંદ્રેશ ને ઉઠાડો જટ બાલ્કનીમાં આવે ક્યો !

 ઊર્મિલા ને નવાઈ લાગી કૈક તો ગડબડ લાગી ઓમપણ પોતે ઉઠાડવા જ માગતી હતી ચંદ્રેશ ને ઉઠાડી બાલ્કની માં લ્યાવી જોયું તો કઈજ હતું નહિ વરસાદ ને કારણે કાળા વાદળાં અને ઠંડો પવન થયું અહી કઈજ નથી એવા માં શેરી માં પાછો અવાજ આવ્યો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર રોતા રોતા ગાવા નો અને નજર પડી રોડ પર તો એક પાછળ મોઢાવાળી મહિલા ચાલી જતી હતી અને ગાતી હતી મોટા મોટા નખ,પગ માંથી લોહી નીતરતી અને મોટા છુટા વાળ રાખ વાળા અને ઊંધું મોઢું જોઈ ને જ ઊર્મિલા બેભાન થઈ ગઈ. ચંદ્રેશ અને ઋત્વિજ બંને અવાચક બની ગયા સવાર પડી બધુજ શાંત પડી ગયું, ચંદ્રેશ અને ઊર્મિલા ચા પીતા હતાં, એવામાં પાડોશી આવ્યા કહે કાલે રાત્રે તમને બાલ્કનીમાં તાત્કાલિક બોલાવ્યા પણ શું કરીએ મે અનુભવ્યું એવું કે મારા ડર નો પાર્ ન રહ્યો કહી બેસી ને બધીજ વાત કરી બોલ્યા, અરે ચંદ્રેશ કાલે થયું એવું હું ટૂર પર ગયો હતો મોડો આવ્યો જમી ને થયું થોડી વાર બાલ્કની માં જાઉં, પરંતુ ત્યાં અચાનક એક મહિલા મારા ઘર પાસે આવી નીચે કહે ભાઈ મારો દીકરો મારી નાખ્યો ટ્રક વાળા એ જટ આવો ને ! મને થયું જરૂર છે બહેન ને તો જવું જોઈએ નીચે ઉતર્યો બહાર જઈ જોયું તો કઈજ ન હતું ખાલી સુમસાન રસ્તો હતો ! દોડી અંદર ઘરમાં આવી ગયો બહાર એક અજીબ દેખાતા બહેન રસ્તા પર બેઠી રોતા હતાં એને હાથ નો'તા અને વાળ ખુબજ લોહી વાળા હતાં હું ડરી ગયો માટે તમને ઉઠાડ્યા.

 ચંદ્રેશ ઊઠી ને બાજુમાં બેઠો કહે જો દોસ્ત સાચું છે તારી વાત કૈક તો છેજ આપની શેરી માં મને ઊર્મિલા એ પણ કહ્યું હવે જો ખાલી હું ને તું શું કરી શકીએ આપણે આપના શેરી નાં માણસો કહીએ આજે સાંજે વાત કરવી છે,બધા જોડે નક્કી કરીએ શું કરવું છે. કહી એને પાણી દેતા બોલ્યો પાણી પી હિંમત રાખ કૈક તો છે પણ થઈ જશે બધુજ ચિંતા ન કર તું દોસ્ત.

 સાંજે શેરી ના લોકો એકઠા થયા ચંદ્રેશ અને તેના બાજુ માં રહેતા ચિરાગે બધુજ કહ્યું શેરીના માણસો અમુક હસવા લાગ્યા અમુક કહેવા લાગ્યા અરે ભાઈ તમે બંને એ કૈક ભૂત નું પિક્ચર જોયું છે હોય કઈ એવા હોતા હસે કઈ ! અને કોક ડરી પણ ગયું. જોવો મારી ઊર્મિલા જોડે થયું છે એટલે મારે કૈક નિવેડો લાવવો જ પડે કહી ઊભા થઈ પૂછ્યું હુ અને ચિરાગ તૈયાર છીએ આ વાત ની જડ સુધી જવા કોણ સાથ આપશે પૂછતા બધા સમ સામે જોવા લાગ્યા,ચાલો કોઈ નહિ આપે હું અને ચિરાગ કૈક કરીએ છીએ કહી નિરાશા થી બેસી ગયો, પરંતુ શેરી માં સંપ હોવાને કારણે બધા બોલ્યા જોવો ચંદ્રેશ ભાઈ અમને અનુભવ્યું નથી એટલે અમે વિશ્વાસ ન કરી શકીએ દુઃખ ન લગાડો પરંતુ અમારો પૂરો સહયોગ તમને રેશે કહી બધાજ સાથ આપવા માટે સહમતી દર્શાવે છે.

બધાં સહિયારું નક્કી કરે છે કોઈ પંડિત ને બોલાવી નિરાકરણ પૂછીએ અને બીજે દિવસે પંડિત ને બોલાવે છે પંડિત બીજે દિવસે આવાના હોવાથી ઊર્મિલા ખુબજ ડરથી કહે છે "તો આજ નું શું ! મને બીક લાગે છે હો ! ચંદ્રેશ કૈક કરો પરંતુ એક જ દિવસ માં નિવેડો આવી શકવાનો નથી સમજાવે છે બધા થઈ ને ત્યારે ઊર્મિલા એક શરત પર માને છે કે શેરીના સાત એ સાત ઘર આજે બહાર મોટા મેદાન છે એમાં સૂઈશું અને બધાજ હા પાડે છે રાત પડે છે બધા વાતો કરી થાકે છે અને અંદાજે ૧ આસપાસ સૂઈ જાય છે. એવામાં જોર જોરથી રડવાનો અવાજ આવે છે, ઊર્મિલા સફાળી જાગી જાય છે અને અવાજ બાજુ જાય છે,જોવે છે તો એક મહિલા પોતાના ૨ વર્ષ નાં મૃત બાળક પાસે બેસી રડતી હોય છે, ઊર્મિલા ને યાદ આવે છે પડોસી એવું જ કૈક કહ્યું હોય છે તુરંત દોડવા લાગે છે પછી ત્યાં ખુબજ મોટે મોટે થી ટ્રક નો અવાજ આવે છે અને મરણ ચીસ સંભળાય છે નાના બાળક અને એક મહિલાની ! પછી ફરી જોવે છે તો કઈજ હોતું નથી ઊર્મિલા ખુબજ હેબતાઈ જાય છે, ત્યાં સામે થી એને પાછું ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગાતા ગાતા એક મહિલા દેખાય છે જેના ત્રણ હાથ હોય છે અને આંખ મોટી મોટી લાલ આંખ હોય છે અને બહુજ નજીક આવતી હોય છે એ રસ્તો ઓળંગી ને ઊર્મિલા નજીક એવામાં અચાનક ઋત્વિક આવે છે મમ્મી અહી શું કરે છે મહિલા જોતા રૂકવિક ચીસો નાખવા લાગે છે બધાજ ઊઠી દોડી ને આવે છે જોવે છે એ ભયંકર મહિલા ને ! ત્યાં એ મહિલા ગાયબ થઈ જાય છે અને શેરી નાં માણસો ભયભીત થઈ દોડી પોતાના ઘરમાં ચાલ્યા જાય છે.

 બીજે દિવસે પંડિત કહે છે આવી ને કે અમાસ ને દિવસે જ્યાં એ મહિલા દેખાય છે એ રસ્તા પર આપણે એક ઢીંગલો રાખવાનો છે અને મહિલા આવશે જ ! એ આવે એટલે હું પૂજા કરેલ પાણી એની પર નાખીશ એટલે એ કાબુમાં આવી જશે બધુજ થઈ જશે તમે ચિંતા ન કરો કહી બધા નાં ઘરની બહાર લટકાવવા માટે એક એક ધાર્મિક ચિન્હ આપે છે જેને કારણે અમાસ સુધી એ અતૃપ્ત આત્મા એમને હેરાન ન કરે કારણ જે કઈ પણ બનતું હોય છે બધાજ એક નિષ્કર્ષ પર તો આવેજ છે કે એ કોઈ અતૃપ્ત આત્મા છે ! 

ધાર્મિક ચિન્હ લટકાવવા થી એ આત્મા વધુ હેરાન નથી કરી શકતી પરંતુ રોજ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર અને મોટેથી રડવાના અવાજ બધા ને અમાસ સુધી આવતા રહે છે,અમાસ ને દિવસે યોગ્ય પૂજા વિધિથી એ આત્મા ને મોક્ષ આપવામાં આવે છે અને અતૃપ્ત આત્માથી શેરી મુક્ત થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror