Tirth Shah

Thriller

4.0  

Tirth Shah

Thriller

ભ્રમ

ભ્રમ

2 mins
245


આતો જરા સરખી મસ્તી કરું છું. બાકી હું જાણું છું કે ભૂત, પ્રેત, આત્મા જેવું ના હોય એતો મનનો ભ્રમ છે અને એક ભણકારો છે.

      મને યાદ છે, મારી જોડે બસમાં એક પુરુષ બેઠો અને તેના હાથમાં છત્રી અને છાપું હતા. રાતની મુસાફરી હતી. રસ્તો પણ એવો વનવગડા જેવો હતો ને મારી બાજુમાં જ બેઠો.

 ' ભાઈ આ છાપું પકડજો ને જરા હું છત્રી ઉપર મૂકી દઉં'

એવું એણે મને કીધું. 

વાત વાતમાં અમે ભૂતના વિષયે આવી ગયા. 

સામેવાળો વ્યક્તિ : ભૂતમાં માનો ? 

મેં કીધું : ના, એ માત્ર ભ્રમ, મનની ઉપજ, અંધશ્રદ્ધા, માનસિક રોગી, નકારાત્મક વિચાર અને ડરનો વિષય છે.

સામેવાળો : એવું ના હોય.... કોણ કયા રૂપે આવી જાય જેની ક્યાંથી ખબર પડે ?, સમજો હું જ ભૂત છું. માટે સતર્ક રહેવું જરૂરી.

મેં કીધું : ભાઈ, ઈશ્વર જ છે. બાકી આ તો નથી જ........

સામેવાળો : હશે......

મારી આંખ લાગી ગઈ, રાતના ત્રણ વાગ્યા ને મને એક અવાજ આવ્યો. જોયું તો મારી બાજુ વાળો વ્યક્તિ હસતો હતો. હું ઊંઘમાં જ હતો, ફરી જોયું તો હસતો હતો. 

   ' મને પરસેવો છૂટી ગયો ', મેં એની આંખમાં જોયું તો લાલ આંખ, મોટી મોટી આંખો ને એનું ભયંકર હાસ્ય..............મને કંપન છૂટી ગયું. ધ્રુજારી આવી ગઈ, મારી સામે જ જોયા કરતો અને વિચિત્ર મોઢા બનાવતો હતો. 

   એણે, રડવાનું ચાલુ કર્યું. હું ડરી ગયો ને મેં જોરથી ચીસ પાડી. બસ ઊભી રહી ગઈ અને બધા મારી સામે જોવા લાગ્યા.

મેં જોયું તો મારી બાજુમાં કોઈ નહતું. ગભરામણનો પાર નહીં અને પરસેવો એવો છૂટી ગયો.

ફરી બસ ચાલુ થઈ અને આવતા પવને પરસેવો ગયો.

મેં જોયું મારી બાજુમાં સીટમાં પેલા વ્યક્તિનું છાપું હતું. જે એને મને પકડવા આપ્યું હતું. મારી ઊડતી ઊંઘ માટે છાપું લીધું અને નજરો નાંખી.

' શિવાજી રામજી, ઉંમર 45, ગામ - દેવાધર, માનસિક રોગી ભાગી ગયા છે અને તેમનો ફોટો '

   એ ફોટો મેં જોયો તો મારા હોશ ઊડી ગયા. એ ફોટો મારી જોડે બેઠેલાનો હતો. મેં એ આખો લેખ વાંચ્યો ત્યારે ખબર પડી એ વ્યક્તિ મરી ગઈ છે. છાપું પણ જૂનું હતું.

મને એમની વાત યાદ આવી અને એમને કહ્યું હતું : કોઈ ગમે તે રૂપમાં આવે, તમારે સતર્ક રહેવાની જરૂર છે. નક્કી નહીં કોણ ક્યારે આવી જાય અને તમે દેખતા રહી જાઓ....


અને બીજા દિવસે...,

" ભાઈ, મારુ છાપું પકડજો ને મારા હાથમાં છત્રી છે ", ઓ ભાઈ, મારી એક વાત કહું....તમે ભૂતમાં માનો કે નહીં ?


Rate this content
Log in

Similar gujarati story from Thriller