Kalpesh Patel

Drama Romance

5.0  

Kalpesh Patel

Drama Romance

ભ્રમણા

ભ્રમણા

6 mins
4.2K


સાનિધ્ય ગર્લ્સ હોસ્ટેલના ટોપ ફ્લોર ઉપર આવેલા રેકટર કુમારી નિર્મળાના નિવાસસ્થાનના લેન્ડલાઇન ફોનની ઘંટડી રણકતા મેડમે દીવાલ ઉપરની ઘડિયાળમાં જોયું. સવારના ચાર વાગ્યા હતાં. 'અત્યારે આટલું વહેલું કોણ હશે ?' એવું વિચારીને દ્વિઘામાં, એમણે ફોન રિસીવ કર્યો, 'હેલ્લો ! કોણ ?' 'હેલ્લો, ગુડ ઈવનિંગ , મેમ, હું…' સામેથી કોઇ પુરુષ સ્વર સંભળાયો.

મેડમે એનું વાક્ય કાપી નાખ્યું, 'ગુડ ઈવનિંગ આટલી વહેલી સવારે કેમ ? અત્યારે સવારના ચાર વાગ્યા છે, સાંજના નહીં. ''ઓહ, આઇ એમ સો સોરી, મેમ ! હું અમેરિકાના સીએટેલથી બોલી રહ્યો છું એટલે મને ખ્યાલ ન રહ્યો કે ત્યાં ઇન્ડિયામાં અત્યારે… ઓહ સોરી ...

અમદાવાદ શહેરની આ હોસ્ટેલ માત્ર છોકરીઓ માટેની હતી. એમાં રહેતી છોકરીઓની ઉંમર સત્તરથી બાવીસ વર્ષની વચ્ચેની હતી. ઘર જેવી સલામત આ હોસ્ટેલમાં આજુબાજુનાં નાના શહેર અને ગામડાઓની કિશોરીઓ રહેતી અને ભણતી હતી. છાત્રાલયમાં, કોમ્પુટર સર્વિસ,તેમજ સફાઈથી લઈ ને કેન્ટીન, હેલ્થ, રીક્રિએસન જેવી બધીજ સર્વિસનું સંચાલન લેડી કર્મચારીથી થતું. અને સામાન્ય રીતે આવા છાત્રાલયમાં રેકટર તરીકે પીઢ કડક શિસ્ત ધરાવતી પરણિત મહિલાઓ હોય છે પણ અહીં નિર્મળા મેડમ નિયુક્ત હતાં તેઓ માંડ ત્રીસ પાંત્રીસ વરસનાં હશે, પણ મિજાજના બહુ કડક હતાંં, અને કુંવારા હોઇ ગર્લ્સ હોસ્ટેલમાં પતિના નામે પણ કોઈ પુરુષનો પ્રવેશ થવાનો અવકાશ નહતો.

આટલી વહેલી સવારે છેક અમેરિકાથી અહીં છાત્રાલયમાં કોઈ પુરુષનો ફોન અવાવથી નિર્મળામેડમ થોડા અટક્યાં .. અને બોલ્યા ઓ કે ભાઈ બોલો કોની સાથે વાત કરવી છે ?

''કંગના , કંગના પટેલ સાથે. રૂમ નંબર... ત્રણ .' સામેના છેડાએ પૂરી માહિતી આપી દીધી. મેડમે તરત જ જવાબ આપ્યો ભાઈ તે તો તેના ગામ ધોળાજી ગયેલ છે તે બે દિવસ પછી આવશે પણ તમે કોણ. પણ જવાબ આવે ત્યાં તો ફોન કપાઈ ગયો.

સવારે નાસ્તાના સમયે છાત્રાલયમાં કામ કરતી ઉજીબાઇને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી પણ ખરી, 'ત્રણ નંબરવાળી કંગના પટેલ માટે આજે વહેલી સવારે ફોન હતો. અને મનમાં પછી બબડ્યાં, 'આવડી અમથી અંગૂઠા જેવડી છોકરીને અમેરિકાથી ફોન આવવા માંડ્યા ! ભણીને ઘેર પાછી જશે, ત્યાં સુધીમાં તો ભગવાન જાણે શું થશે !'. બીજી છોકરીઓને નિર્મલા મેડમે આડકતરી રીતે કંગના અંગે બીજી તેની બહેનપણીથી તપાસ કરી, 'આ કંગના તારી બહેનપણી છે, નહીં ? એ સારા ઘરની છોકરી લાગે છે.'જેને પૂછ્યું તેને કહ્યું કે, 'હા, મેડમ ! કંગના તો બહુ સીધી ને સંસ્કારી છોકરી છે. એનાં મા-બાપ અત્યાર સુધી એટલાં બધાં પૈસાદાર ન હતાંં, પણ કંગનાનો મોટોભાઇ અમેરિકા ગયો ત્યારથી એમની આર્થિક સ્થિતિ…'મેડમને જે જાણવું હતું તે જાણવા મળી ગયું અને મનનું સમાધાન થયું.

ત્રીજે દિવસે પણ એજ સમયે પાછો ફોન રણક્યો, આજે ફોન ઉપડતાજ .. સોરી મેડમનો.. શિષ્ટાચાર પતે.... પણ નિર્મળા માદામ એમ ગાંઠે તેવા નહતાં તરતજ ફરિયાદ કર્યા વિના ન રહ્યાં, 'જુઓ, મિ…! આ એક ગર્લ્સ હોસ્ટેલ છે અને અહીંના કેટલાક નિયમો છે જેનું પાલન કરવાનું ફરજિયાત છે.' કંગનાનો ભાઇ જબરો નીકળ્યો, 'પણ હું ક્યાં તમારી હોસ્ટેલમાં રહું છું ? અને હું ક્યાં ગર્લ છું ?''એમ નહીં !' મેડમ ઝૂંઝલાઇ ઊઠ્યાં, 'તમારી બહેન તો છોકરી છે ને ? એ તો અમારી હોસ્ટેલમાં રહે છે ને ? ઈમરજન્સી વગર તમે આમ વહેલી સવારે ડિસ્ટર્બ કરો તે યોગ્ય નથી.' તમને મારી બહેને કદી કહ્યું કે મારા ફોનથી એ ડિસ્ટર્બ થાય છે ?''ના, એવું નથી, પણ…'

મેડમ મૂંઝાઇ ગયાં.'….તો કેવું છે એની મને ખબર છે. તમે સાફ-સાફ એમ કેમ નથી કહેતાં કે હું ફોન કરું છું એનાથી કંગનાને બદલે તમને ખલેલ પહોંચે છે ?''હા, મને ખલેલ પહોંચે છે. આટલી વહેલી સવારે તે કંઇ… ?''જસ્ટ અ મિનિટ ! હમણાં તમારે ત્યાં સવારના પાંચનો સમય ચાલતો હશે અને એ કંઇ આટલી વહેલી સવાર ન ગણાય ! મને લાગે છે કે તમને મોડા ઊઠવાની આદત લાગે છે ખરું ને !'

'તમને વહેલા ઊઠી અને બીજાને હેરાન કરવાની જૂની આદત લાગે છે !''આદત ? … અરે, મેમ ! હું તો કૂકડો છું કૂકડો ! હું જ્યારે અમદાવાદમાં સૌરાસ્ટ્ર પટેલ છાત્રાલયમાં રહીને ભણતો હતો ત્યારે રાત વાંચવામાં ખેંચી કાઢતો હતો. અને સવારમાં બધાને ઉઠાડતો પણ ખરો, તમે નહીં માનો પણ, મને લોકો "ચાવી વગરનું એલાર્મ ઘડિયાળ" કહેતા ..! ''સૌરાસ્ટ્ર પટેલ છાત્રાલય ? તમે કઈ કોલેજમાં ભણતા હતાં ? ''એમ જી. સાયન્સ કોલેજ !''તમારું નામ ?'' ત્યાં હતો ત્યાં સુધી નિલય હતો, અમેરિકામાં આવીને નામમાંથી 'ય" કાઢી નિલ બની ગયો છું. પણ તમે આ બધું શા માટે પૂછી રહ્યાં છો ?''

મારું નામ નિર્મળા છે. આ નામની કોઈ છોકરી યાદ આવે છે ?''

કોણ, નિમુ, કરસનલાલ શાહ ની છોકરી ?! મોરબીથી આવતી હતી તે ? તું મને એવું પૂછે છે કે નિર્મળા, તને મારી યાદ છે કે નહીં ? જો તું એ જ નિર્મળા હોય તો, ધ્યાનથી સાંભળ, ગ્રેજ્યુએશન અને પછી,હું તને ભૂલવા માટેના એક માત્ર ઉદ્દેશ્યથી અમદાવાદ છોડીને અહીં અમેરિકા આવ્યો છું. મને યાદ છે કે તું પરીક્ષાના દિવસોમાં પણ વહેલા ઊઠીને તું કદી વાંચી શકતી ન હતી…ખરુને હજુય તને યાદ આવે છે કઈ ? '

'હા, અને તું મને રોજ કહેતો હતો કે વહેલી સવારે વાંચેલું યાદ રહે છે માટે વહેલા ઊઠવાની ટેવ પાડવી જોઈએ.''…''બસ ! બસ ! પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપ ! જો તું મને પ્રેમ કરતો હતો, તો એ વખતે કહ્યું કેમ નહીં ?

આ નિલય તને દિલોજાનથી પ્રેમ કરતો હતો. '' તારા તરફથી લૂખ્ખો પ્રતીભાવ હતો તે સમયે. મારે કોઈ બીજું લફરુ હતું, તે તારી કાચા કાનથી ઉદભવેલી તારી કેવળ "ભ્રમણા" હતી, તને દોષ નહીં આપું, પણ હકીકતમાં મારામાં હિંમત જ નહતી. "પ્રેમનો એકરાર કરવાની". નિલય જ્યારે પાસે પ્રેમિકા હતી, ત્યારે હિંમત ન હતી, પણ હવે નિલ પાસે જ્યારે હિંમત છે, ત્યારે પ્રેમિકા નથી

ઑ નિર્મળા,સોક્રેટિસે કહેલું કે સ્ત્રી પરણવાનો નિર્ણય લે કે કુંવારા રહેવાનું નક્કી કરે, બંને બાબતમાં તે પસ્તાવાની છે... પરંતુ પ્રેમ એક ભ્રમણા છે તે વાત માની સ્ત્રી કુંવારી રહીને તે સુખી એમ વિચારે રાચે છે, તો તે ભમ્મરિયા કૂવાની દેડકી છે અને વાસ્તવમાં તેને એકલતા કોરી ખાતી હોય છે. તું મારી વાત ને સમજ, દરેક સ્ત્રી અને પુરુષ આજે પણ પ્રેમમાં નાસીપાસ નથી હોતા. હવે તો જાગ,સંયોગે ટહુકતા આ કૂકડાંનો સાદ તને ભ્રમણામાથી જગાડે છે. 'નિર્મલા બોલ તારો શું જવાબ છે, તારી જિંદગી તબાહ ના કર.. આ ક્ષણે તારી સામે નિલય હાજર છે. સમય બહુ ઓછો છે.

તું કંગનાને બોલાવ અને તેની સાથે હું વાત કરું ત્યાં સુધી ભલે તું વિચાર. અમારી વાત પતે ત્યાં સુધીમાં તારે જે નિર્ણય લેવો હોય તે લઈ મને કહી શકે છે.' હું કૂકડો છું, ખુદ વહેલો જાગું છું અને સૂતેલા ને પણ યોગ્ય સમયે જગાડું છું. જો યોગ્ય સમયે જાગવાની ટેવ પાડીશ તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું ..!. બોલ, છે ને શરત કબૂલ ?'

' હા, હું તારી સાથે વાત કરીશ અને મારો ઉત્તર જણાવીશ, મને શરત પણ કબૂલ છે !'

એ જ ક્ષણે ત્યાં પહોંચી ચૂકેલી કંગનાને નિર્મળા મેડમે ફોનનું રિસીવર આપ્યું. કંગનાને ફોન પર અનેક વાર હલો હલો કર્યું ...પણ સામે છેડે નીરવ શાંતિ હતી ..! એણે પૂછ્યું, 'મેડમ, કોનો ફોન હતો ?' કંગના ખુલ્લી આંખે કોઈ જવાબની રાજ જોતી હતી.

મેડમે કહ્યું કે "એ..તે "તેનો કોલ છે" ...રિસિવ કરી લે ...."પછી મને પણ આપજે" મારે વાત અધૂરી છે.

નિર્મળા મેમ."તેનો " એટલે .. ? હું સમજી નહીં , ... તમે શું કહી રહ્યા છો ?

તારા ભાઇ નિલયનો અમેરિકાથી...! શરમાઈ આંખ ઢાળતા નિર્મળાએ કંગનાને કહ્યું .

હવે ચોંકવાનો વારો કંગનાનો હતો, અરે મેડમ મારા ભાઈ નિલય તો અમેરીકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને તે ઘટનાને બે મહિનાનો સમય પણ વીતી ગયો છે, તમને કોઈ ભ્રમ લાગે છે.!'

ના મને ભ્રમણા ક્યાંથી હોય, "તેણે" તો મને હમણાંતો ફોન કરી જૂની ભ્રમમાંથી જગાડી છે. નિર્મળાના ગાલ આટલી વહેલી સવારે પણ લાલ -ગુલાબી થઈ ગયા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama