Zalak bhatt

Children Stories Others

4  

Zalak bhatt

Children Stories Others

બ્લેક સ્ટોન

બ્લેક સ્ટોન

8 mins
271


 નિકુંજ – મુખ્યપાત્ર

રેવતી – નિકુંજ ની માતા 

સાધુ – નિકુંજ ના ગુરુ 

 યક્ષ – નિકુંજ નો ફ્રેન્ડ

         હરરોજની જેમ આજે પણ રેવતી નિકુંજ .. નિકુંજની રાડો પાડી ને પે’લા માળેથી બીજા માળે સુતેલા નિકુંજ ને ઉઠાવતી હતી. ને નિકુંજ આજે રેવતીની પાછળ આવીને જ ઊભો હતો. રેવતી તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ને બોલી 

રેવતી : નિકુંજ ,તું આજે જાગી ગયો ! તબિયત તો ઠીક છે ને? કે કોઈ સ્વપ્ન જોયું હતું ?

( ના ..  ના .. રેવતી ના આ પ્રશ્નો અકારણ તો નહોતાં જ કેમકે, રોજ રાડો પાડી ને થાકી જતી ને પછી રૂમમાં જઈ ને નિકુંજ ને ઢંઢોળતી ત્યારે નિકુંજ કાંઈ ઊભો થવાની તૈયારી કરતો ને આજ ! )

નિકુંજ : ના ના..માં મેં કોઈ સ્વપ્ન નથી જોયું ને હું બધી રીતે બરાબર છું. બસ,હવે તને હેરાન નહિ થવું પડે.

( રેવતી જાણતી હતી કે નિકુંજ ભોળો છે. ભાવનાશીલ છે. ને કોઈપણ નિર્ણય દિલથી લે છે દિમાગથી નહિ એટલે જ તરત કહે છે બેટા તારા માટે ને હું હેરાન કદિ થઈ શકું ? આ તો રોજ સમયસર ઊઠી જઈએ તો દિવસ સારો જાય )

નિકુંજ :( હાથ માં એક બ્લેક સ્ટોન રાખી ને રેવતી ને કહે છે) મમ્મી આ મને બચાવશે ગુડ બનાવશે.

રેવતી :( કામ કરતી વાતો કરતી જાય છે. )હા, બેટા શું છે એ ! 

નિકુંજ :જાદુઈ બ્લેક સ્ટોન

   (રેવતી તો શાલીગ્રામ ને જોતાં જ ઓળખી જાય છે ઘર માં તો હતો નહિ તો નિકુંજ પાસે ? પણ,બહાર થી તેના જેવો સ્ટોન મળ્યો હશે જવા દે , આમ વિચારી રેવતી નિકુંજ ને દૂધ આપે છે. )

રેવતી : ઠીક છે ચાલ, હવે દૂધ સાથે નાસ્તો કરી લે.

નિકુંજ મમ્મી ના કહ્યા મુજબ કરે છે ને પછી,રમવા માટે જાય છે. રમત રમતાં તે પોતાનાં મિત્રો ને એ બ્લેક સ્ટોનની વાત કરે છે. ને એ સ્ટોન માં વિશેષ શું છે ? એવું જ્યારે ફ્રેન્ડ્સ પૂછે છે તો નિકુંજ કહે છે હમણાં નહીં આપણે યક્ષ ની બર્થ ડે પાર્ટી માં જવાના છીએ ને ત્યારે બતાવીશ.  

ફ્રેન્ડ્સ: ઓકે યાર તું પણ બહુ છુપારુસ્તમ છો.

ને નિકુંજ હસવા લાગે છે. પછી,બોલ- બેટ,પક્કડ દાવ ને હાઇડ એન્ડ સીક રમી ને છુટ્ટા પડે છે . બધાં પોતાની સાઇકલ માં હોય ને નિકુંજ ને સ્ટોન ની વિશેષતા શું છે તે બર્થ ડે માં બતાવવા ખાસ આવવાનું ને સ્ટોન સાથે લાવવાનું પણ કહે છે.  

   નિકુંજ પણ ઓકે કહી ને ઘરે પહોચે છે. ને ઘરે પોતાનું લેસન ઝડપ થી કરી લે છે. પછી મમ્મી ને યક્ષ ની પાર્ટી ની વાત કરે છે ત્યારે મમ્મી તેને લેસન માટે પૂછે છે. તો નિકુંજ તુરંત જ લેસન બતાવી દે છે. મમ્મી ખુશ તો થાય છે પણ અચરજ નો પાર નથી રહેતો કે રોજ હાથ પકડી ને લેસન કરાવવું પડતું એ નિકુંજ આજે કોઈ નોક-જોક વગર લેસન કરી બતાવે છે ! મમ્મી તેને જવાની હા પાડે છે ને પાર્ટી માં નિકુંજ મમ્મી ની સાથે જાય છે. નિકુંજ ને આવતો જોઈ ને બધાં ફ્રેન્ડ્સ ખુશ થાય છે કે સ્ટોન ની કરામત જોવા મળશે ને જો ન થઈ તો નિકુંજ ની હાંસી ઉડાવવા મળશે.

       હવે,યક્ષ ની પાર્ટી શરૂ થાય છે. ને યક્ષ કેક કટ કરે છે બધાં જ “હેપ્પી બર્થ ડે” બોલી ને સેલિબ્રેશન કરે છે. ને પછી,નિકુંજ પોતાનો બ્લેક સ્ટોન હાથમાં રાખીને કહે છે.

નિકુંજ : એક્સકયૂઝમી માઇક માં આવેલા અવાજ થી બધાં નિકુંજ સામે જુએ છે ને પછી નિકુંજ કહે કે આજ આપણે મારા ફ્રેન્ડ યક્ષ નો જન્મદિન કંઈક અલગ રીતે ઉજવીએ એમ કહી ને નિકુંજ સ્ટેજ પર થી જ બધાં ને લાઇન માં ઊભાં રાખે છે ને પછી,કૃષ્ણ ના પોઝ માં બધાં ને ઊભાં રહેવાનું કહે છે. કે કૃષ્ણ એ જેમ વાંસળી પકડી હતી એ પોઝ માં આવો ને બધાં તેના વિચાર પર હસતાં -હસતા આ પોઝ કરે છે. બધાં મજાક સમજે છે પણ જ્યારે નિકુંજ આ પોઝ કરે છે તો તે કૃષ્ણ મય બની જાય છે. એટલે કે તેનો ડ્રેસ ચેન્જ થઈ જાય છે ધોતી -કુરતો ને માથે મુગટ બધાં તો તેને જોતાં જ રહી જાય છે ને કૃષ્ણ ની વાંસળી પણ સૌને સંભળાય છે. પછી એ જ પોઝ માં નિકુંજ વાંસળી બનાવી હતી તે પોઝ ને પાછળ લઈ જઈ ને થોડો ઝૂકે છે તો તે એક શંખ સ્વરૂપ માં જમીન થી થોડો ઉપર હોય છે આ જોઈ બધાં જ દંગ રહી જાય છે ને..પછી, તો શંખમાંથી નિકુંજ ચક્ર સ્વરૂપે આવે છે ને પછી એક નાનેરું જીવડું બની ને ગાયબ થઈ જાય છે. બંસરી વાળા પોઝથી જ ચકિત રહી ગયેલાં લોકો નિકુંજ ને આ કળા ક્યાંથી આવડી એમ તેની મમ્મી ને પૂછવા જાય છે ત્યાં જ ઝડપ થી ગાયબ થયેલો નિકુંજ એક વિશેષ સ્થાન પર પહોંચી જાય છે. અહીં તે પહેલી વાર આવ્યો હોવા છતાં જાણે ઘણાં સમયથી પરિચિત હોય તેવો અનુભવ કરે છે.

નિકુંજ હવે હાથ માં રહેલાં બ્લેક સ્ટોન ને બહુ જ સાંભળી ને રાખે છે કેમકે જાણતો હોય છે કે આ સ્ટોન મને અહીં લાવ્યો છે ને તે જ ફરી લઈ જવા માં મદદ કરશે. નિકુંજ એ સ્થાને જેમ જેમ ચાલતો જાય છે તેમ -તેમ તેના પગ નીચે કમળ ખીલતાં જાય છે ને એ અનુભવે છે કે કોઈ જમીન પર પોતે નથી ઉપર આકાશ માં વાદળ પર છે છતાં વાદળ નો સ્પર્શ ના થાય એટલે તેના પગ નીચે કમળ ખીલતાં જાય છે . નિકુંજ ખૂબ ખુશ તો થાય છે પણ આશ્ચર્ય માં પણ પડે છે કે આ બધું શું છે? નથી મને આસન આવડતાં નથી જાદુ કે નથી હું આવી કોઈ જગા ને જાણતો. છતાં હિંમત કરી આગળ વધે છે 

     આગળ તેને એક હંસ મળે છે ને એ કંઈ બોલતો ન હોવા છતાં મન થી જ વાત કરે છે કે નિકુંજ ઘણાં વખતે આવ્યો ? અહીં ની યાદ અંતે આવી જ ગઈ તને? નિકુંજ પણ તેની જેમ મન થી વાત કરે છે કે આપ કોણ છો ? ને મને નામ થી કેમ ઓળખો છો ? ત્યારે હંસ કહે છે ફક્ત હું જ નહીં અહીં બધાં જ તને ઓળખે છે. પર્વત,નદી,વૃક્ષો, વેલી ને ગાય બધાં જ. ગાય ! નિકુંજ અચરજ માં પડે છે.

હંસ: હા,ગાય ચાલ આગળ તને અહીં નો પરિચય આપું.

        આમ કહી હંસ નિકુંજ ને આગળ લઈ જાય છે. તો કમળ પર ચાલતાં -ચાલતાં નિકુંજ એક વૃક્ષ પાસે પહોંચે છે. ને તે વૃક્ષ સ્વર્ણ નું હોય છે તેમાં ફળ પણ હોય છે. ને ઉપર પોપટ,કાબર,મોર જેવું પંખી પણ જેઓ કૃષ્ણ મય બની ગયાં હોય છે ને શ્રી કૃષ્ણ શરણમ મમ નો જાપ કરતાં હોય છે. તે સૌ નિકુંજ સાથે વાત કરે છે તો નિકુંજ તેમને ફ્રેન્ડ બનાવે છે ને પછી આગળ વહેતી નદી આવે છે જેમાં મોર ના શેઈપ માં બોટ રહેલી હોય છે ને નિકુંજ તથા હંસ ને જોઈ તે બોટ આગળ આવે છે એ બંને બોટ માં બેસે છે ને નદી પણ નિકુંજ નું સ્વાગત કરતી હોય છે. પણ ,અચાનક એ નદીની અંદર એકદમ વમળ થાય છે ને નાવ તેમાં ડૂબવા લાગે છે ત્યારે નિકુંજ પોતાના બ્લેક સ્ટોન ને પ્રણામ કરે છે ને મદદ કરવા માટે કહે છે ત્યારે સ્ટોનમાંથી દિવ્ય હલેસા ઉત્પન્ન થાય છે. ને નિકુંજ તુરંત જ તેને પકડી ને નાવ ને આગળ લઈ જાય છે.

         આગળ જતાં હંસ તેને કહે છે હવે આગળ નો માર્ગ તારે જ તય કરવાનો છે. તો આ સ્ટોન પર શ્રદ્ધા રાખી ને આગળ વધો. બસ,પછી હંસ ઊડી જાય છે નિકુંજ જરાં ચિંતા માં પડે છે પણ સ્ટોન પર શ્રદ્ધા ને લીધે તે આગળ વધે છે. આગળ જતાં એક મોટાં સિંહ ના મુખવાળી ગુફા આવે છે. નિકુંજ અંદર જાય છે ને જુએ છે તો એક સુંદર ઉપવન ફૂલોથી છવાયેલું છે ને તે ફૂલો પર રંગબેરંગી પતંગિયા રમી રહ્યાં છે. ઉપવન ઘણું જ સુગંધિત છે. ને નવાઈ ની વાત તો એ હતી કે પતંગિયા, ફૂલ, ભ્રમર બધાં જ નિકુંજ સાથ વાતો કરે છે. ને તેને મળી ને ખુશ થાય છે.

         નિકુંજ જેમ- જેમ આગળ વધે છે તેમ-તેમ તેને લાગે છે કે પોતાની જાત ને તે ઓળખી રહ્યો છે પણ કેમ?એ સવાલ એ ખુદ ને પૂછી પણ નથી શકતો કેમકે,પગ -પગ પર તેને અપનત્વ અને આવકાર મળે છે ને પોતાના જેવાં જ સ્વભાવ ને મળી ને નિકુંજ અનેરો આનંદ અનુભવે છે. ને હવે અહીંથી પાછું ફરવું નથી નો ભાવ આવે છે ત્યારે જ ત્યાં એક સાધુ પ્રગટ થયાં ને તેમણે કહ્યું

સાધુ : નિકુંજ આ ભાવ ખરો નથી. તમે અહીં સંકલ્પીત થઈ ને ગયાં હતાં કે ધરા પર શુદ્ધતા લાવીશ વિચાર ,આચાર ને વાતાવરણ માં અમે તમને સાવચેત કર્યા હતાં છતાં આપ લોક કલ્યાણ માટે આગળ વધ્યાં ને હવે આ વિચાર કેમ?

નિકુંજ: સર,પહેલાં તો એ સમજાવો કે મને આપ આટલું માન શા માટે દો’છો? હું તો કેટલો નાનો છું. ત્યારે સાધુ હસવા લાગે છે ને કહે છે.

સાધુ : બસ,આટલાં બધા મોહ માં ફસાયા તમે? ચાલો,તમારું સાચું સ્વરૂપ બતાવું.

        આમ કહી સાધુ નિકુંજ ને આગળ એક એવા સ્થાન પર લઈ જાય છે કે જ્યાં શ્વેત વાદળ ને ધારણ કરી ને લાંબી જટા વાળા ઋષિઓ બેઠાં હોય છે ને ત્યાં જ એક સ્થાન ખાલી હોય છે .  

નિકુંજ: સર,આ દાદા ક્યાં ગયાં ?

સાધુ : હસતાં -હસતાં જ કે છે ,દાદા ના સ્થાને બેસો તો ખબર પડે અને નિકુંજ સ્થાન પર બેસે છે તો જાણે મન માં એક વિસ્ફોટ થાય છે અને બધી જ સ્મૃતિ તેને દેખાય છે કે એ પોતાના જ સ્થાન પર અત્યારે બેઠા છે. ધરતી પર નેગેટિવિટી જોઈ ને તેને પોઝિટિવ બનાવવા તેઓ નિકુંજના દેહમાં આવ્યાં હતાં. ને અહીં આવી પોતાનું અસ્તિત્વ જ ભૂલી ગયાં હતાં. ફક્ત ભાવથી જ લડતા હતાં બુદ્ધિ થી નહિ અને તેથી જ આ દિવ્ય લોક ના સ્વામી જે સાધુ રૂપે મળ્યાં હતાં તેમણે બ્લેક સ્ટોનના સહારાથી નિકુંજ ને તેનો સંકલ્પ યાદ કરાવ્યો.

         નિકુંજ એક ક્ષણ માં જ પોતાને ઓળખી જઇ ને ગુરુ ને પ્રણામ કરે છે અને હવે ફરી આલોક માં આવવાનો તથા સંકલ્પ મુજબ કાર્ય કરવાનો વાદો પણ કરે છે.

સાધુ : તથાસ્તુઃ કહે છે ને નિકુંજ ફરી થી પાર્ટી માં આવી જાય છે.

 આટલી મોટી યાત્રા આટલા જ સમય માં કેમ ? તો સ્વયં જ ઉત્તર મળે છે કે ઉપર જતાં સમય ની અવધિ વધે છે એટલે કે ઓછા સમય માં વધુ કાર્ય કરવાની શક્તિ સંભવ બને છે. તેથી જ તો આટલી યાત્રા બાદ જ્યારે અહીં આવ્યો તો લોકો હજુ પાર્ટી જ મનાવે છે. ને નિકુંજ ને જોઈ તેના ફ્રેન્ડ્સ તેની કલા ના વખાણ કરે છે. ને નિકુંજ બધાં ને થેન્ક્સ કહે છે . ને ફરી પોતાના રૂટિન માં જોડાય છે પણ હવે તેણે હર કોઈ ને હેલ્પ કરવાનો સંકલ્પ યાદ હોય છે એટલે ઘરમાં કામ કરતી મમ્મી હોય કે પછી દુકાનમાંથી માલ લેતાં હોય તે દાદા બધાં ને કોઈ ને કોઈ રીતે મદદરૂપ થતો ને પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કર્યો. ને એ શક્તિ મારી છે તે દેખાવ કદી કર્યો નહિ ને શ્રેષ્ઠતા ને સન્માન આપી નિકુંજે એ બ્લેક સ્ટોન ને કારણે આગળ જતાં સ્ટોન મેન તરીકે ઓળખાયો.


Rate this content
Log in