Shweta Patel

Classics

3  

Shweta Patel

Classics

દીકરી વહુ

દીકરી વહુ

1 min
185


પરણીને આવનારી સુધાને એની સાસુએ થોડા દિવસ બાદ ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું. એની જરાય કદર કરતી નહિ. છતાંય સુધા કશું બોલ્યાં વગર સહેતી ગઈ. વેકેશન આવ્યું ત્યારે એની નણંદ હેમા આવી અને એને એની સાસુની નિંદા ચાલુ કરી દીધી.

હેમા: "મમ્મી, લગ્ન વખતે તો મારા સાસુ કેવું કેવું બોલતાં હતાં કે તમારી દીકરીની ચિંતા ના કરો, એ મારી દીકરી જેવી જ છે !

સાસુ: બેટા, એ તો નવું નવું હોય એટલે બોલે, બાકી સાસુ એ સાસુ જ રહે !

ખૂણામાં ઊભેલી સુધા બધું સાંભળતી હતી, એણે ધિરેક રહીને, "સાચી વાત છે હેમાબેન, દીકરી જેવી જ હોય વહુ તો, દીકરી નહિ !"

આખા ઓરડામાં સોપો પડી ગયો !


Rate this content
Log in

Similar gujarati story from Classics