Bhanu Shah

Inspirational Others

4  

Bhanu Shah

Inspirational Others

દીઠાં ડોક્ટરરૂપે ઈશ્વર

દીઠાં ડોક્ટરરૂપે ઈશ્વર

1 min
385


સુનીલભાઈને અસહ્ય પીડા થતી હતી. રાતનાં અગિયાર વાગે કોને બોલાવવાં ! રાત નીકળે તેમ ન હતી. ઘરમાં પતિપત્ની એકલાં, બહાર ધોધમાર વરસાદ. . . .

ભારતીબેનથી પીડા જોવાતી નહોતી. અનેક અવઢવ સાથે થોડે દૂર રહેતાં ઓર્થોપેડિક ડોક્ટરને ફોન કર્યો. સોરી કહીને આખી હકીકત જણાવી. એમણે ધાર્યુ નહોતું એવો ચમત્કાર થયો. ડોક્ટરે કહ્યું,

"ગભરાવ નહીં ,હું બસ પહોંચું જ છું. " 

 એડ્રેસ લઈને નીકળેલાં ડોક્ટર દશ મીનીટમાં તો હાજર !

હાથ જોયો,હકિકતમાં સુનીલભાઈ ગેટ બંધ કરવા ગયાં ત્યારે વરસાદમાં લપસી પડ્યાં હતાં.

ડોક્ટરે હૈયાધારણ આપતાં કહ્યું ,"બહેન દવાખાને જવું પડશે અને એક્ષ-રે કાઢવો પડશે. તમે જરાય ચિંતા ન કરો. મારી ગાડીમાં લઈ જાઉં છું અને મૂકી જઈશ. તમારે આવવાની જરૂર નથી. "

ભારતીબેન તો ભાવવિભોર થઈ ગયાં.

થેંક યુ થેંક યુ બોલતાં જ રહ્યાં.

એકાદ કલાકે ડોક્ટર આવ્યાં. હાથમાં પ્લાસ્ટર સાથે આવેલાં સુનીલભાઈને સંભાળીને લઈ આવ્યાં, સાથે લાવેલી દવાઓ વિશે સમજાવ્યું.

ભારતીબેને ફી વિશે પૂછ્યું તો ડોક્ટરે કહી દીધું,"બહેન જરાય ઉતાવળ નથી,અત્યારે તમે સુનીલભાઈનું ધ્યાન રાખો. દવાખાને બતાવવાં આવો ત્યારે સમજી લેશું. "

 ભારતીબેન અને સુનીલભાઈ તો બંને એક સાથે બોલી ઊઠ્યાં, સાક્ષાત્ ઈશ્વરનાં પગલાં પડ્યાં આપણાં ઘરમાં. . .


Rate this content
Log in

Similar gujarati story from Inspirational