Amrut Patel 'svyambhu'

Tragedy Crime Thriller

4  

Amrut Patel 'svyambhu'

Tragedy Crime Thriller

હળવી વાત હળવેકથી - 26

હળવી વાત હળવેકથી - 26

2 mins
268


આજે ડાયરી વાંચું છું ત્યાં...

દાયકાઓ પહેલાંના ઠરેલ સંસ્કારી સર્વદમન શેઠ પાસેથી વારસાઈમાં મળેલી અઢળક મિલકતોનો માલિક વૈભવ. પિતાથી બિલકુલ વિરુદ્ધ સ્વભાવનો. વાતે-વાતે બધાને અપમાનિત કરતો રહેતો. પત્ની વૈશેષિકા બિઝનેસની કોઈ વાત કરતી તો તેને નાની નાની વાતે ઉતારી પાડતા કહેતો, 'બિઝનેસમાં તને ખબર ન પડે.'  અને વૈશેષિકા ચૂપ થઈ જતી.

દીકરો વિસ્મય તેના દાદાના સ્વભાવે ન ગયો અને વૈભવ ઊપર ગયો એટલે બંને વચ્ચે હંમેશા બારમો ચંદ્ર રહેતો !

હાલની કોરોનાની પરિસ્થિતિમાં બજારની મંદીને કારણે વૈભવ થોડા દિવસોથી નાની નાની વાતે ગુસ્સે થઈ જતો. આજે સવારે પણ તે વિસ્મય સાથે કારણ વગર જ ગુસ્સે થતા વિસ્મય પણ તેનો જ દીકરો તે તેનાથી વધારે ગુસ્સે થઈ, રેસર બાઈકને કિક મારતો જાણે પાછા ઘરે આવવાનું જ નહીં હોય તે રીતે કોલેજ રોડ તરફ જવા નીકળી ગયો. 

વૈભવનો ગુસ્સો સાતમે આસમાને હતો. નાતાલની રજા હોવા છતા આજે ઓફિસ ચાલુ રાખી હતી એટલે તે પણ ઓફિસ જવા નીકળ્યો. ઓફિસમાં પણ તેણે પટાવાળાથી લઈ તમામને કારણ વિના જ ખખડાવી નાખ્યાં. તેમના આજના વર્તનથી બધા જ ડઘાઈ ગયા.

બધાની આંખોમાં એકજ ભાવ દેખાઈ રહ્યો હતો; 'આજે શેઠને શું થયું છે ?!' બધા આખો દિવસ તણાવમાં રહ્યાં.

રાત્રે વૈભવ ઘેર આવવા નીકળ્યો ત્યાં રસ્તામાં ક્રિસમસની ઉજવણીને કારણે ઉમટેલી ભીડમાં ટ્રાફિકને કારણે ડ્રાઈવર વારંવાર ગાડીને બ્રેક મારતો. તેથી તે ડ્રાઈવર ઉપર પણ ગુસ્સે થઈ જતો. ત્યાં ડ્રાઈવરે કહ્યું;'સાહેબ આગળ બાઈકવાળો વારંવાર વચ્ચે આવ્યા કરે છે !

 'શું ?'

 'હા સાહેબ, જાણી જોઈને આવું કરી રહ્યો છે. સાઈડ કાપવા દેતો નથી.'

વૈભવને ભલે અત્યારે બજારમાં મંદીને કારણે ખોટનો સામનો કરવો પડી રહ્યો હોય, પરંતુ તેના કેફમાં કોઈ ફરક પડ્યો નહોતો. હજી પણ તે એજ કેફમાં જીવી રહ્યો હતો !

તેણે ડ્રાઈવરને સૂચના આપી- 

ડ્રાઈવરે પણ તે મુજબ કર્યું !

સવારે વિસ્મયે કોલેજનાં મિત્રો સાથે બહાર જવાનું છે. એટલે રાત્રે કદાચ મોડું થશે તેમ વૈશેષિકાને ફોનથી જણાવ્યું હતું. તે હજી ઘરે આવ્યો નહોતો.

રોજની ટેવ મુજબ વૈભવ ઘરમાં દાખલ થયો.

'બાસ્ટર્ડ, આજ કાલના છોકરાઓ શું સમજતા હશે...? બાપને પૈસે બસ નીકળી પડવું છે.' હજી તે આગળ બોલવા જતો હતો.

 ત્યાં-

 'વૈશેષિકાના મોબાઈલમાં રિંગ સાથે 'માય દિકું' ડિસ્પ્લે થયું. તેણે ફોન સ્પીકર કર્યો;'બોલ બેટા ?'

 સામેથી; 'આ તમારો દીકરો અહીં રસ્તા ઊપર તરફડી રહ્યો છે. હમણાં જ કોઈ ગાડીવાળો ટક્કર મારીને ભાગી ગયો છે ! ફોનમાં અજાણ્યો અવાજ...!

'નહીં...!! વૈશેષિકા સોફામાં પછડાઈ પડી.

વૈભવ ઝડપથી ફોન હાથમાં લઈને 'હલ્લો...હલ્લો... કરતો રહ્યો. તેનો અમીરીનો બધો કેફ ક્ષણમાં ઊતરી ગયો !

 *  *  *

 કોઈ પણ જાતની મહેનત કર્યા વિના જ વરસામાં મળેલી મિલકતને કારણે માણસ કેટલો બધો કેફમાં રહે છે. અને જ્યારે આવો અણધાર્યો અંજામ આવે છે ત્યારે... ડાયરી બંધ કરી ક્યાંય સુધી વિચારતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy