Kaushik Dave

Drama Fantasy Others

2.0  

Kaushik Dave

Drama Fantasy Others

હસ્તરેખા

હસ્તરેખા

2 mins
48


બહુ ખુશ થતો દીકરો પપ્પા પાસે આવ્યો. બોલ્યો:-' પપ્પા, તમે કહેતા હતા ને કે કોઈ જોશી પાસે હસ્તરેખા બતાવી આવો. ઓફિસમાં બહુ મહેનત કરું છું પણ સફળતા મળતી નહોતી પછી તમારી સલાહ માનીને આજે જોશીને બતાવી આવ્યો.'

પપ્પા:-' પણ બેટા, તું જોશી કે ભવિષ્ય કથન પર ક્યાં વિશ્વાસ કરે છે ? તું તો નાસ્તિક છો. ને મંદિર કે પૂજા પાઠ પણ કરતો નથી. ચાલો સારું થયું કે તું બતાવી આવ્યો.પણ જોશી એ શું કહ્યું ?'

દીકરો:-' પપ્પા, આજે સવારે જ બતાવ્યું હતું ને જોશીએ કહ્યું કે ભાગ્યનો સિતારો ચમકી ગયો છે. તારી તરક્કી થશે.ને ઓફિસમાંથી એક સમાચાર મળ્યા કે મારો પ્રમોશન ઓર્ડર નીકળી ગયો છે.'

પપ્પા:-' ચાલો સારું થયું. આખરે તને સફળતા મળી. મહેનતનું ફળ મળે જ છે.'

દીકરો:-' એ તો ઠીક છે.પણ મારા હાથની હસ્તરેખા જોરદાર છે એવું જોશી કહેતા હતા. હવે પ્રમોશન માટે બહારગામ જવાનું થશે.'

પપ્પા:-' પ્રમોશન માટે જવું પડે, પણ હું તો આ ઘરમાં જ રહેવાનો છું.'

દીકરો:-' જુઓ પપ્પા,બે ઘરનો ખર્ચો કાઢી શકું નહીં. મારો વિચાર આ ઘર વેચીને આપણા મહાનગરમાં રહેવા જતા રહીશું. અમદાવાદ જેવા મોટા શહેરોમાં મારું ભાગ્ય ઉજળું થશે. મારી હસ્તરેખા પણ એવું કહે છે.'

પપ્પા:-' સારું તને ઠીક લાગે એ.'

આટલું બોલીને પપ્પા મનમાં બબડ્યા.

મને ખબર છે કે તારી હસ્તરેખા સરસ છે ને તું કારીગરી કરી શકે છે એટલે મને અંધારામાં રાખીને મારી સહી લીધી હતી ને ઘર તારા નામે કરી દીધું હતું. હશે ભગવાનની જે મરજી હશે એ. ભગવાન તારું ભલું કરે એવી પ્રાર્થના કરીશ.


Rate this content
Log in

Similar gujarati story from Drama